Abhayam News
AbhayamSocial Activity

હેમરેજ બાદ બ્રેઇન ડેડ ગુજરાતી મહિલાના હૃદય, કિડની સહિતના અંગોનું દાન કરાયું….

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલી ૩૭ વર્ષની મહિલાને બ્રેઇન હેમરેજ બાદ બ્રેઇન ડેડ જાહેર કરાઇ હતી જે બાદ તેના પતિએ પત્નીના અંગોનુ દાન કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો જેના કારણે પાંચ દર્દીઓને જીવતદાન મળ્યુ છે અને બે પ્રજ્ઞાાચક્ષુઓને દ્રષ્ટિ મળશે.

હોસ્પિટલના ડોક્ટર સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે વાસણા રોડ પર રહેતા ધૃણાલી પટેલ નામના ૩૭ વર્ષના મહિલાને બે દિવસ પહેલા અમારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેઓને ચક્કર આવવાની અને સતત ઊલટીઓ થવાની ફરિયાદ હતા તેઓ બેહોશ હાલતમાં હતા એટલે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.ડોક્ટરોએ નિદાન કરતા જાણવા મળ્યુ કે તેમને બ્રેઇન હેમરેજ થયુ છે.

જે બાદ ડોક્ટરોની એક ટીમે સંપૂર્ણ મેડિકલ તપાસ કરી હતી અને ધૃણાલીને બ્રેઇન ડેડ જાહેર કરાઇ હતી. તેના પતિ રાકેશ પટેલને અંગદાન અંગ જાણકારી આપતા તેઓ સહમત થતાં અમે તુરંત અંગદાન માટેની સરકારી એજન્સીનો સંપર્ક કર્યો અને આજે સાંજ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી.

જેમાં હૃદય દિલ્હી ખાતે, લીવર અમદાવાદ ખાતે, ફેંફસા ચેન્નાઇ ખાતે મોકલવામાં આવ્યા જ્યારે બે કિડની વડોદરાના દર્દીઓમાં જ મેચ થતાં તેમને લગાવવામાં આવશે તો બે આંખો સ્તાનિક આઇ બેન્કમાં મોકલવામાં આવી છે. આ મહિલાને આઇટીપી (ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનિયા) નામની સમસ્યા હતા.

પ્લેટલેટ્સનું પ્રમાણ ખુબ જ ઘટી જાય છે જેનાથી શરીરના કોઇ પણ ભાગમાંથી રક્તસ્ત્રોવ થવા લાગે છે અથવા તો લોહી ગંઠાઇ જવાની સમસ્યા ઉભી થાય છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં જ સુરજ વાછાણી નામના યુવકના અકસ્માત મોત બાદ તેની પત્નીએ સુરજના વિવિધ અંગોનું દાન કરીને પાંચ જિંદગીઓ બચાવી હતી. જે બતાવે છે કે વડોદરામાં અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે.

🙏 માનવ સેવા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ 🙏

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જૂનાગઢની બજારમાં મળશે દિવાળીની તમામ વસ્તુઓ

Vivek Radadiya

દિવાળીના તહેવારોમાં વેચાય છે નકલી મીઠાઇ!

Vivek Radadiya

અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો..

Abhayam

Leave a Comment