Abhayam News
AbhayamSocial Activity

સુરત:-કોરોનાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા પરીવારોને અમેરીકાથી મળી સહાય.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે ૧૫૦ પરીવારોને કરી રૂા. ૮ લાખની સહાય કોરોનાને કારણે અનેક પરીવારો નિરાધાર થયા ઘણા બાળકોએ માતા-પિતા ગુમાવ્યા અતિ મુશ્કેલીમાં મુકાયેલા પરીવારોને મદદરૂપ થવા પટેલ સમાજની અપીલ

કોરોનાને કારણે નિરાધાર પામેલા પરીવારોને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આર્થીકની સહાય અર્પણ કરવામાં આવી હતી. સોમવારે બપોરે ૩-૦૦ કલાકે લોક સમર્પણ બ્લડ બેંકના હોલમાં યોજાયેલા સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં ૧૫૦ પરીવારોને કુલ રૂપીયા ૮ લાખની સહાય વિતરણ કરવામાં આવી હતી

અમેરીકાથી સમાજના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ પાનસુરીયાના પ્રયાસથી કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરીવારો – ખાસ કરી બહેનો અને બાળકોને મદદરૂપ થવા ૧૧૦૦૦ ડોલરની સહાય મોકલવામાં આવી છે. લાયન્સ કલબ ઓફ કોર્પલ, ટેક્ષાસ, અમેરીકા તરફથી ૫૦૦૦ ડોલર, શ્રી પ્રવિણભાઇ પાનશેરીયા પરિવાર તરફથી ૨૦૦૦ ડોલર તથા પ્રવિણભાઇ ગઢીયા તરફથી ૨૦૦ ડોલર આમ કુલ ૮ લાખની સહાય મળી છે. લાયન્સ કલબ ઓફ રાંદેર અડાજણના માધ્યમથી આ રાહાય લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

લાયન્સ કલબ ઓફ રાંદેર – અડાજણના પ્રેસીડેન્ટ શ્રી રાજેશભાઇ નાકરાણી તથા લાયન્સ શ્રી સંજયભાઇ ગાંધી, લાયન્સ શ્રી જયંતભાઇ ચોકસી તથા લાયન્સ શ્રી પ્રદયુમનભાઇ જોષી ના હસ્તે અતિ જરૂરીયાતમંદ પરીવારોને દરેકને રૂપિયા ૧૦,૦૦૦/- ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કોરોનાને કારણે ઉભી થયેલી મુશ્કેલીમાં લોકોના આંસુ લુછવા અમેરીકાથી લાયન્સ કલબ અને દાતાઓએ માનવતા દાખવી છે. તેમણે બિરદાવવા લાયન શ્રી રાજેશભાઇ નાકરાણીએ પ્રવિણભાઇ પાનસુરીયાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેઓ માતૃભૂમિને ભુલ્યા નથી. પ્રથમ વેવમાં પણ તેઓએ અમેરીકાથી રા. ૧૦ લાખની સહાય ગંગાસ્વરૂપ બહેનો માટે મોકલી હતી.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખશ્રી સવજીભાઇ વેકરીયાએ સર્વોને આવકારતા વ્યથા અનુભવ હતી. આખુ આભ ફાટયુ હોય ત્યાં સાંધવું કેમ? આવી પરિસ્થિતિ ઉભી થઇ છે. હજારો પરિવાર મુશ્કેલમાં મુકાયા છે. ત્યારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે લોકોને મદદરૂપ થવા સતત પ્રયાસ કર્યો છે. પ્રથમ વેવમાં અનાજ કિટ વિતરણ આર્થિક સહાય તથા બીજા વૈવમાં આઇસોલેશન સેન્ટરમાં મદદ અને આજે પરિવારોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.

લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખશ્રી હરિભાઇ કથીરીયા, વરાછા બેંકના પ્રમુખશ્રી ભવાનભાઇ નવાપર સમાજના સહમંત્રીશ્રી કાંતિભાઈ ભંડેરી ટ્રસ્ટીશ્રી મનજીભાઇ વાઘાણી, શ્રી દેવચંદભાઇ કાકડીયા, શ્રી ભીખુભ ટીંબડીયા તથા શ્રી દિલીપભાઇ બુંહા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. હજુ વધુ પરિવારોને વર્તમ સમયે ટેકો આપવા પ્રયાસ કરવા સંકલ્પ કર્યો હતો.

માતા પિતા બન્ને ગુમાવનાર બાળકો ઉપર મોટી આફત

નિરાધાર બનેલ બહેનો અને બાળકોને હુફ આપી ચહેરા પર સ્મીત લાવીએ.

કોરોનાની બીજી લહેરમાં અનેક પરીવારોને અકલ્પનીય મુશ્કેલમાં મુકી દીધા છે. હજારો પરિવાર નિરાધાર થયા છે. નિરાધાર બનેલી બહેનો અને બાળકોને ટેકા અને હુંફની જરૂર છે. આવા પરીવારો અને

ચહેરાથી સ્મીત લાવવા માટે પ્રમુખશ્રી કાનજીભાઇ ભાલાળાએ લોકોને જાહેર અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માતા-પિતા બન્ને ગુમાવ્યા છે તેવા બાળકો હજુ નાના છે તે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની ઓફીસે 1000 વિધવા બહેનોની મદદ માટે અરજી આવેલ છે. બાળકોએ પણ મદદ માટે વિનંતી કરી છે. ત્યારે ખરૂ માનવતા કાર્ય હવે કરવાનું બાકી છે. દાતાશ્રીઓ તરફથી સહાય મળશે તે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઇ ધક તથા ટ્રસ્ટીશ્રીઓ આ માટે સક્રિય પ્રયાસો કરી રહયા છે.

Scanned with CamScanner

જરૂરીયાતમંદ પરીવારોની (દરેકને રૂા. ૧૦,૦૦૦/- ની સહાય)

(૧) દયાબેન રવજીભાઇ ગજેરા ઉ.વ.૩૯

મહુવા તાલુકાના ગુંદરણી ગામના વતની અને સુરતમાં ભાડાના મકાનમાં રહે છે. કીરોનામાં પતિ ૨૦જીભાઇનું તા. ૨૬-૪-૨૦૨૧ ના રોજ અવસાન થતા બેન અને ૮ વર્ષનો દિકરો જીત નિરાધાર થયા છે.

(૨) ક્રિષ્નાબેન મહેશભાઇ બારૈયા ઉ.વ.૧૭ ગઢડા તાલુકાના ઝિંઝાવદરના વતની મહેશભાઇ બારૈયા અને તેમની પત્નિ બન્નેને કોરોના ભી ગયો છે. માતા-પિતા બનીનું અવસાન થતા. ત્રીય બહેનો નિરધાર બની છે. ધોરણ ૧૦સુધી ભશૈલી ક્રિષ્ના ઉપર નાની

બન્ને બહેનોની જવાબદારી આવી છે. (૩) રાદડીયા ઝરણાબેન પ્રવિણભાઇ ઉ.વ.૨૫

(૪)

ખાંભા તાલુકાના પરાગીયા ગામના વતની પ્રવિણભાઇ રાદડીયા તા. ૨૦-૪-૨૧ અને તેમના પત્નિ તા. ૧૦-૪ ૨૧ ના રોજ અવસાન પામ્યા છે. સુરતમાં ભાડાના મકાનમાં રહેતા પરીવારમાં બે દિકરા – બે દિકરીઓને કોરોનાએ નિરાધાર બનાવી દીધા છે. પ્રવિણભાઇનો મોટી દિકરી ઝરણા.. ની માથે ત્રણ ભાંડુઓને સંભાળવાની

જવાબદારી આવી છે. વાડદોરીયા ભાવિકા ધનસુખભાઇ ઉ.વ.૪૦

જુનાગઢ જિલ્લાના બગડુ ગામના ધનસુખભાઇ સુરતમાં સ્થાયી હતા. લોન લઇ મકાનના માલિક બન્યા. પરંતુ કોરોના સામેના જંગમાં તા. ૧૬-૮-૨૦૨૦ના રોજ હારી જતા. પત્નિ ભાવિકાબેન માત્ર બે દિકરીઓ સાથે

નિરાધાર થયા છે.

(૫) લતાબેન રાજેશભાઇ મુંજપરા ઉ.વ.૫૨

મુળ સૌરાષ્ટ્રના પરંતુ અમદાવાદ નજીક વસઇ ગામે સ્થીર થયેલા અને હાલ સુરતમાં ભાડાના મકાનમાં રહેતા રાજેશભાઇ મુંજપરા અને તેમનો પુત્ર જીગર બન્નેનો કોરોનાએ ભોગ લિધો છે. દિકરીઓ સાસરે છે. લતાબેન

એકલા થઇ ગયા છે, (૬) સ્મિત હરેશભાઇ નારોલ ઉ.વ.૧૬

પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામના હરેશભાઇ નારોલા સુરતમાં સ્થાયી થયેલા છે. કોરોના સામેના જંગમાં

પોતે અને પત્નિ બન્ને હારી ગયા. પાછળ રહયા માત્ર ૧૯ વર્ષની દિકરી માધવી જે કોલેજમાં ભણે છે, અને માત્ર

૧૬ વર્ષનો સ્મિત જે ધો. ૧૧ માં અભ્યાસ કરે છે, મકાન ઘરનું છે, મોટી ઉંમરના દાદા-દાદીની જવાબદારી છે,

અને ઘરમાં કોઈ કમાણી કરનાર નથી. (૭) શિરોયા ડિમ્પલબેન હિતેષભાઇ ઉ.વ.૩૮

સાવરકુંડલા તાલુકાના કમી કેરાળા ગામના હિતેષભાઇ શિરોયાનું કોરોનાથી અવસાન થયું છે. ૧૪ વર્ષની એક

દિકરી અન્વી સાથે ડિમ્પલબેને જીંદગી જીવવાની છે,

(૮) ઇટાલીયા અમીતાબેન અશોકભાઇ ઉ.વ.૩૩

સાવરકુંડલા નજીક આવેલ પોરડી ગામના અશોકભાઇ ઇટાલીયાનું કૌોનાને કારણે અવસાન થયું છે. બે દિકરીઓ અને માત્ર ૬ વર્ષના દિકરા સાથે અમીતાબેન નિરાધાર થયા છે. મકાન ઘરનું છે. પરંતુ ઘરમાં કમાનાર હવે કોઇ નથી.

(૯) જાગૃતિબેન દિપકભાઈ નાવડિયા ઉં.વ. ૩૯

ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામના દિપકભાઇ નાવડિયા કોરોના સામેનો જંગ હારી ગયા. ૧૧ લાખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

YouTube જોવું થશે મોંઘું

Vivek Radadiya

જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો

Vivek Radadiya

શરૂ થઈ દિવાળીની ફેસ્ટિવ ઓફર્સ

Vivek Radadiya