Abhayam News
AbhayamNews

તાઉ-તેની તબાહીનો સર્વે: જાણો કેટલી ટીમ ઉતરી છે સર્વે કરવા ?….

  • જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાના લીધે ખેતી.
  • બાગાયત પાકમાં થયેલ નુકસાનનો 27 ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો.
  • તાઉ-તેની તબાહીનો સર્વે.
  • અધિક મુખ્ય સચિવ, કલેકટર સહિતના અધિકારીઓએ વિસાવદર તાલુકાનાં અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત.
  •  103 અધિકારી અને કર્મચારીની 27 ટીમો દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો.

વાવાઝોડા અને વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં ખેતી તથા બાગાયત પાકને નુકસાન થયું છે. તે માટે આજથી 103 અધિકારી અને કર્મચારીની 27 ટીમો દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે અધિક મુખ્ય સચિવ, કલેકટર સહિતના અધિકારીઓએ વિસાવદર તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારની મૂલાકાત લઈ નુકસાની અંગેનું નિરીક્ષણ કર્યું હતું.

તાઉ-તે વાવાઝોડાના કારણે જૂનાગઢ જિલ્લામાં ખેતી પાક તથા બાગાયત પાકને ભારે નુકસાન થયું છે. જેના અનુસંધાને આજતી જિલ્લાના 15 તાલુકામાં 103 જેટલા કર્મચારીઓ, અધિકારીઓની 27 ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરવામાં આવ્યો છે. બાગાયતી પાક ધરાવતા વિસાવદર, મેંદરડા, માંગરોળ, માળીયા હાટીના તાલુકામાં નુકસાન થયું છે. આ સર્વે ટીમમાં ગ્રામ સેવક, ખેતી અધિકારી, તેમજ સ્થાનિક તલાટીનો સમાવેશ કરાયો છે. બાગાયત પાકના નુકસાન સાથે આ ટીમ ઉનાળુ મગ, તલ, અડદ સહિતના પાકના નુકસાન અંગેનો પણ સર્વે કરશે.

જૂનાગઢ યાર્ડમાં આજથી તા.24 સુધી માત્ર તલ અને મગની આવક રહેશે

હાલ ઉનાળુ તલ, મગનો પાક તૈયાર થઇ ગયો છે. ખેડૂતો ખેતરેથી પોતાનું ઉત્પાદન સીધુ યાર્ડમાં વેચવા લાવી શકે તે માટે જૂનાગઢ યાર્ડ દ્વારા આવતી કાલે તા.22 ને શનિવારે બપોરે બે વાગ્યાથી તા.24 ના સોમવારે સવારે 8 વાગ્યા સુધી માત્ર તલ અને મગની આવક શરૂ કરવામાં આવશે. જયારે હરાજી તા.24 ના સોમવારથી શરૂ કરવામાં આવશે. જેમાં તલ, મગ ધાણાની જ હરાજી થશે. યાર્ડના વેપારી, કમિશન એજન્ટ, કામદારો તથા ખેડૂતોએ કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. હવે પછી કયારે કઇ જણસી લાવવી તે અંગે જાણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોરોના પ્રભાવિત સેક્ટર માટે આટલા લાખ કરોડની સહાય..

Abhayam

માવઠાની આગાહી પર રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું ચોંકાવનારુ નિવેદન

Vivek Radadiya

અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…

Abhayam

1 comment

onexbetegy_igka November 9, 2023 at 2:52 pm

OnexBet Egypt
1xbet ????? apk http://www.1xbetdownloadbarzen.com/.

Reply

Leave a Comment