ગુજરાતે અનેક આપત્તિઓનાં સામના કર્યા છે ત્યારે ખરેખર બધી જ દિશાઓ માંથી કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ ઉભી થઈ રહી છે આ સમયે લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે તાઉ-તે નામનાં વાવાઝોડા એ રાજ્યનાં તમામ વિસ્તારોને અનેક પ્રકારે નુકશાન કર્યું છે, સૌરાષ્ટ્રનાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં અનેક પ્રકારનું આર્થિક નુકશાન અને માનવ જીવનને ખેદાન મેદાન કરી મકાનો, ખેતરોમાં વાવેલ પાક, પશુઓ તેમજ વિશાળકાય વૃક્ષો મોબાઈલ ટાવર વિદ્યુત માટેનાં પોલો અને પક્ષીઓ સહિતની વસ્તુઓને મોટી માત્રામાં જ્યારે નુકસાન પહોંચાડયું છે
રાષ્ટ્ર પર આવતી દરેક આપત્તિનાં સમયે જે સંકટમોચન બની લોકહિતનાં કાર્યો કરે છે ત્યારે સૌરાષ્ટ્રમાં તાઉ-તે ની વિનાશ અને નુકસાનકારક વાવાઝોડાની અસરથી દરિયાઈ કાંઠા વિસ્તારનાં ગામોમાં લોકોનાં રોજિંદા જીવનમાં થઈ છે
ત્યારે ખરેખર કુદરત માનવ જીવિત થી ખુબ નારાજ હોય તેવું લાગી રહ્યું છે, આ આપત્તિનાં સમયે સુરત શહેરની સેવાભાવી સંસ્થાઓ જુદા જુદા પ્રકારે સેવાનાં હેતું થી સૌરાષ્ટ્રમાં કાર્યરત છે
અને ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ અસ્તવ્યસ્ત થઈ છે ત્યારે સુરત શહેરની મારુતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ અંદાજીત 5 લાખથી વધુ રોકડ રકમની ખાદ્યવસ્તુઓ લઈ બાળકોના નાસ્તા સાથે 2 ટેમ્પો અને ચાર ફોરવીલ ગાડી સાથે યુવા ટીમનાં સભ્યો આજરોજ સુરત થી સૌરાષ્ટ્ર રવાના થયા છે ત્યાંના વધુ નુકશાનકારક ગામડાઓમાં આ મદદ પુરી પડાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે