Abhayam News
AbhayamNews

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન 

Statement by Union Health Minister Mansukh Mandaviya

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન  Mansukh Mandaviya Statement : ચીનમાં સતત વધતા ન્યૂમોનિયાના કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મહેસાણામાં નિવેદન આપ્યું છે કે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચીનમાં ફેલાઈ રહેલા ન્યૂમોનિયાને લઇને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન 

  • ચીનમાં સતત વધી રહ્યો છે ન્યૂમોનિય
  • કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન 
  • પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે: માંડવિયા
  • ન્યૂમોનિયાને લઇને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે: માંડવિયા
  • ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ છે: માંડવિયા

કેન્દ્રીય આરોગ્યમંત્રીનું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચીનમાં સતત વધતા ન્યૂમોનિયાના કેસ મુદ્દે નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચાઇનામાં ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો છે જેને લઇને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશની જરૂરિયાતો પૂરી કરીને રસી એક્સ્પોર્ટ પણ કરાઈ રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું હતું ?
ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-આજથી આ શહેરોને નાઇટ કર્ફ્યૂમાં રાહત…

Abhayam

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો મહત્વનો નિર્ણય..

Abhayam

કોરોનાની વાયબ્રન્ટ સમિટ પર અસર નહીં થાય

Vivek Radadiya