Abhayam News
AbhayamGujaratNews

Prashant Jainના ફંડમાં સામેલ શેર્સનું લિસ્ટ જોઈ લો ફટાફટ, કમાણીના તગડા ચાન્સ સીધા હાથમાં આવી પડશે

Stock Market Expert Advice: શેરબજારમાં કમાણી માટે ઘણાં લોકો મોટો મોટા દિગ્ગજોના પોર્ટફોલિયોને ફોલો કરતાં હોય છે. આજે આપણે એવા જ એક દિગ્ગજની વાત કરવી છે જેના ફંડમાં સામેલ શેર્સનું લિસ્ટ જોઈ લો તમને પણ કમાણીના ચાન્સ મળશે.

શેર બજારમાં રોકાણ કરવા ઇચ્છુક લોકો માટે અન્ય દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયો પર એક નજર કરી લેવાથી તેમને રોકાણની દિશા નક્કી કરવામાં વધારે મદદ મળે છે. આ ઉપરાંત માર્કેટનું વલણ અને અન્ય પરીબળોને પણ ધ્યાનમાં લેવા જોઇએ. પરંતુ દિગ્ગજ વેલ્યૂ ઇન્વેસ્ટર અને HDFC AMCના પૂર્વ સીઆઇઓ પ્રશાંત જૈન પ્રવાહથી ઉલ્ટી દિશામાં ચાલી રહ્યા છે. અમે તેમના કંટેરેરિયન બેટ્સ વિશે વાત કરી રહ્યા છીએ. તેમના અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ 3P ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પર નજર કર્યા બાદ આ અંગે જાણી શકાયું છે. મનીકંટ્રોલે 3પી ઇન્ડિયન ઇક્વિટી ફંડના સપ્ટેમ્બરની ફેક્ટ શીટ જોઇ છે. જેના પરથી જાણી શકાય છે કે જૈને એનટીપીસી, REC અને કોલ ઇન્ડિયા (Coal India)માં રોકાણ કર્યું છે. આ ફંડની સાઇઝ લગભગ 5800 કરોડ રૂપિયા છે.

એનર્જી અને યૂટિલિટી શેર્સનું વેલ્યુએશન આકર્ષક: જૈનના ફંડમાં NTPCની ભાગીદારી 3.1 ટકા, RECની 3 ટકા અને Coal Indiaની 0.5 ટકા છે. તેમાં એનર્જી અને યૂટિ

લિટીઝ સેક્ટર્સનો હિસ્સો 13.4 ટકા છે. જૈનનું માનવું છેકે, આ સેક્ટરનું વેલ્યૂએશન સારું છે અને ગ્રોથની શક્યતાઓ પણ વધારે સારી છે. જૈનના ફંડમાં કંઝ્યૂમર ડિસ્ક્રેશનરી અને ઇન્ડસ્ટ્રિયલ્સ/ કેપેક્સનો હિસ્સો પણ સારો છે.

આ શેરો પર લગાવ્યો છે દાવ: દિગ્ગજ ફંડ મેનેજરનું માનવું છેકે, લોકોની આવક વધવો ફાયદો આ સેક્ટરને મળશે. તેમને પ્રતિ વ્યક્તિ આવક વધીને 2000 ડોલરથી ઉપર પહોંચે તેવી આશા છે. ઇન્ડસ્ટ્રીલ્સ માને છે કે તેને સરકારની પોલિસીનો લાભ મળી રહ્યો છે. મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં જૈને જણાવ્યું હતું કે, મીડિયમથી લોન્ગ ટર્મમાં ઇન્ડિયન ઇકોનોમીનો આઉટલુક ખૂબ મજબૂત છે. બધા જ ઇન્ડિયા સ્ટોરીને લઇને ખૂબ જ સકારાત્મક છે. જૈને જે સ્ટોક્સમાં મોટો દાવ લગાવ્યો છે તેમાં M&M (3%), મારૂતિ સુઝુકી (2%), ઝોમેટો, ઇન્ડિગો (1.8%), એલ એન્ડ ટી (3.7%), 3M India (1.5%) અને Kalptaru Projects (1.1%) સામેલ છે.

HDFC બેંક પર લગાવ્યો છે દાવ: જૈનના ફંડનું રોકાણ લેન્ડમાર્ક કાર્સ, વન્ડરલા હોલીડેઝ, સેન્કો ગોલ્ડ, અનુપ એન્જીનિયરીંગ, આર આર કાબલે, ડાયનામેટીક ટેક્નોલોજીસ અને સેન્ટમ ઇલેક્ટ્રોનિક્સના સ્ટોક્સમાં પણ છે. જો બેંકની વાત કરીએ તો તેમણે HDFC Bankમાં મોટું રોકાણ કર્યુ છે. તેમાં જૈનના ફંડનું 9.3 ટકા રોકાણ છે. જૈન માને છે કે, એચડીએફસી બેંકના માર્કેટ શેર વધતા રહેશે. પરંતુ તેની સ્પીડ થોડી ધીમી રહેશે, જેનું કારણ છે બેંકિંગ સેક્ટરમાં વધી રહેલી સ્પર્ધા. પરંતુ તેમણે એચડીએફસી બેંકની વેલ્યૂએશન સારી રહેશે તેવી આશા વ્યક્ત કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ જાણો શું છે ખબર ?…

Abhayam

MP-MLA વિરૂદ્ધ ગુનાકીય મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત

Vivek Radadiya

સુરતના ચીકુવાડીથી મોટા વરાછાના નવા બ્રિજ પર ST બસ વળી જ ન શકી

Vivek Radadiya