Abhayam News
AbhayamNews

વડોદરાના 13 વર્ષના ઝિઅસે નાની ઉંમરે ઉઠાવ્યો શિક્ષણનો સેવા યજ્ઞ

13-year-old Zias from Vadodara made the sacrifice of education at an early age

વડોદરાના 13 વર્ષના ઝિઅસે નાની ઉંમરે ઉઠાવ્યો શિક્ષણનો સેવા યજ્ઞ સામાન્ય રીતે 13 વર્ષનો બાળક પોતાના મિત્રો સાથે બાળપણનો આનંદ માણે છે, રમતો રમે છે. જો કે વડોદરાના ઝિઅસે સમાજમાં કઇક પરત આપવાની ભાવનાને અપનાવી છે. તેના નાનકડા હૃદયમાં સમાજ માટે કઇક કરવાની લાગણી નાની ઉંમરથી જ ધબકતી હતી.

13-year-old Zias from Vadodara made the sacrifice of education at an early age

વડોદરાના 13 વર્ષના ઝિઅસે નાની ઉંમરે ઉઠાવ્યો શિક્ષણનો સેવા યજ્ઞ

વડોદરાના એક સાધારણ બાળકને યુનાઇટેડ નેશન્સમાં પોતાના શિક્ષણના સેવા યજ્ઞના પ્રોજેક્ટને દર્શાવવાની તક મળવાની છે. તેને 30 નવેમ્બરે UNમાં આ પ્રોજેક્ટ રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. હવે એક સાધારણ બાળકના સાક્ષરતા માટેના અસાધારણ સમર્પણ અને લાગણીની વાત યુનાઇટેડ નેશન્સમાં જોવા મળશે.

સામાન્ય રીતે 13 વર્ષનો બાળક પોતાના મિત્રો સાથે બાળપણનો આનંદ માણે છે, રમતો રમે છે.જો કે વડોદરાના ઝિઅસે સમાજમાં કઇક પરત આપવાની ભાવનાને અપનાવી છે. તેના નાનકડા હૃદયમાં સમાજ માટે કઇક કરવાની લાગણી નાની ઉંમરથી જ ધબકતી હતી. ઝિઅસે પહેલા તો અનાજનું અને વસ્તુઓનું વિતરણ,જરુરિયાતના સમયે મદદરુપ થવાની જેવી સેવા અપનાવી હતી. તેણે આ સેવામાં અન્ય લોકોને પણ જોડ્યા અને તેને રોબિનહૂડ આર્મીનું નામ આપ્યુ. રોબિનહુડ આર્મી પાર્ટી, રેસ્ટોરા અને કાફેમાંથી વધારાનો ખોરાક એકત્રિત કરે છે અને જરુરિયાતમંદોમાં વહેંચે છે.

જો કે ઝિઅસને સમાજ માટે વધુ કઇક કરવાની ઇચ્છા હતી. તેણે વિચાર્યુ કે લોકોને કરવામાં આવતી આ મદદ તો થોડો સમય રહેશે અને આ લોકો પરાવલંબી થશે. જો કે બાદમાં ઝિઅસને તે લોકોને પરાવલંબીમાંથી સ્વાવલંબી કેવી રીતે બનાવવા તેનો વિચાર આવ્યો. તેણે વિચાર્યુ કે લોકોને શિક્ષક આપી અને સાક્ષરતા ફેલાવી સ્વાવલંબી બનાવી શકાય છે.તેણે વિચાર્યુ કે લોકો શિક્ષિત થશે તો પોતાની મૂળભૂત જરુરિયાતો માટે સ્વતંત્ર થશે.તેની આ એકલવ્ય પ્રોજેકટ, 1M1B ના માર્ગદર્શન હેઠળથી તેના જ્ઞાન પ્રસારના સફરની શરૂઆત થઈ.

પ્રથમ પગલુ એવા લોકોની ઓળખ કરવાનું હતુ કે જેઓ શિક્ષણ માટે સહાયને પાત્ર છે. તેણે શેરી શાળાઓ,વંચિત બાળકો માટેની શાળા, શારીરિક રીતે અક્ષમ બાળકો માટેની શાળાથી શરુઆત કરી. તેણે પુસ્તકો, બેગ, સ્ટેશનરી વગેરેના વિતરણની ડ્રાઇવ શરુ કરી. જો કે અંધશાળાની મુલાકાત અને તેમની જરુરિયાતને સમજતા તેને લાગ્યુ કે દરેક લોકોની જરુરિયાત અને પડકારો અલગ છે.તેને આ લોકોની કારકીર્દિ બનાવવા સંશોધન કરવાની જરુર લાગી.

ઝિઅસે દિલ્હી સ્થિત કંપની જે દ્રષ્ટિહીન લોકો માટે પુસ્તકનું ઉત્પાદન કરે છે તેનો સંપર્ક કર્યો. તેણે અન્ય લોકોની મદદ પણ મેળવી અને ઘણાં સ્થળોએ મોબાઈલ લાઈબ્રેરી પણ સ્થાપી.ત્યારે તેના આ સેવાયજ્ઞની યુનાઇટેડ નેશન્સ દ્વારા કદર કરવામાં આવી છે. તેના એકલવ્ય પ્રોજેકટ, 1M1Bને UNમાં 30 નવેમ્બરે રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સૌની યોજના થી ખેડૂતો ને પાણી બંધ કરાતા જીરું ના પાક ઉપર રોટોવેટર ફેરવ્યું

Vivek Radadiya

ગોવામાં હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત:- લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા આગ લાગી હતી…

Abhayam

ઓટોમેશનની દુનિયામાં USની નવી સફળતા:હેલિકોપ્ટર પાયલોટ વિના ઉડ્યું…

Abhayam