Abhayam News
AbhayamGujaratTechnology

ક્રેડિટ કાર્ડનું દેવુ વધી રહ્યું છે? તો અહીં જાણીલો તેનાથી બચવાના ઉપાય

credit card

ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ઓછું રાખો જેથી કરીને તમારે ક્રેડિટ કાર્ડ પર જે વ્યાજ આપવું પડતું હોય છે તે ઓછુ કરી શકાય

આજના સમયમાં ક્રેડિટ કાર્ડ (credit card) લોકોની જરુરીયાત બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે ક્રેડિટ કાર્ડ ક્યારેક મહત્વનું કામ કરી દે છે. પરંતુ તેના બીલ ભરવામાં જરા પણ ચુંક થઈ તો મુશ્કેલીઓ વધી શકે છે. જો ક્રેડિટ કાર્ડ પર લોન લીધી હોય અને તે સમયસર ન ચુકવી શકો તો દેવુ વધી શકે છે. તેનુ કારણ એ છે કે, સમયસર લોન (loan) નહીં ભરો તો કંપનીઓ તેના પર પેનલ્ટી લગાડી વધુ વ્યાજ વસુલ કરે છે. આટલુ જ નહીં ક્રેડિટ કાર્ડમા દેવુ વધતા તમારા ક્રેડિટ રેટિંગમાં પણ ભાર નુકસાન પહોચે છે. આવી સ્થિતિમાં બચવા માટે તમારે શું કરવું જોઈએ તે જાણીએ. 

1.  ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ઓછુ કરો

ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ઓછું રાખો જેથી કરીને તમારે ક્રેડિટ કાર્ડ પર જે વ્યાજ આપવું પડતું હોય છે તે ઓછુ કરી શકાય. આમ કરવાથી તમારે દર મહિને બચત થશે. આ ઉપરાંત પેમેન્ટ કરવાની છેલ્લી તારીખની ક્યારેય રાહ ન જોવો, તેને સમય પહેલા ભરી દો, જેથી કરીને એટલું વ્યાજ ઓછુ ભરવું પડશે.

2. લોન જલ્દી ચુકવી દો

મોટાભાગના ક્રેડિટ કાર્ડમાં દર મહિને 5 ટકા પેમેન્ટ કરવું જરુરી હોય છે, અને તે પછી બાકીનું બેલેન્સ બીજા મહિનાના બીલમાં સામેલ થઈ જતું હોય છે અને તેના પર વ્યાજ લાગતું રહેતું હોય છે. તમને જણાવી દઈએ કે આમ તો તેના પર 4 ટકાનો વ્યાજ દર વસુલવામાં આવે છે, પરંતુ તેનાથી પણ તમે દેવામાં બોજમાં દબાતા રહેશો, તેથી તેને જલ્દીથી જલ્દી ચુકવી દો અને દેવામાંથી બહાર આવી જાવ.

EMI દ્વારા કરો શોપિંંગ 

કેટલીક વાર આપણે કોઈ મોટો સામાન ખરીદતા હોઈએ છીએ ત્યારે તેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા કરતાં હોઈએ છીએ, પરંતુ તેનાથી કાર્ડ પર લાગતાં વ્યાજનો દર ખૂબ જ વધારે હોય છે. એવામાં તમારી ક્રેડિટ કાર્ડ કંપનીમાં EMI ફેસિલિટી ચેક કરીને તેનું પેમેન્ટ EMI માં બદલી શકો છો. જેના કારણે ખરીદી પર લાગતા વ્યાજ પર ઓછુ થઈ જશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં કોંગ્રેસ તૂટી, આ નેતાઓ પંજો છોડી કમળ પકડશે ..

Abhayam

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ

Vivek Radadiya

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બર્થ-ડે નિમિત્તે બૉલીવુડે શુભેચ્છાની કરી વર્ષા

Archita Kakadiya