Abhayam News
Abhayam News

જાણો:-આમ આદમી પાર્ટી તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી નવું આઈસોલેશન સેન્ટર આ જીલ્લામાં ચાલુ કરવામાં આવ્યું …

વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ સેન્ટરો શરુ કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી પણ આ સેવાયજ્ઞમાં જરા પણ પાછળ રહી નથી. આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો દ્વારા પણ કોરોનાની મહામારી માં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા સંચાલિત તથા શ્રી સુધીર બી. વાઘાણી ટ્રસ્ટના સહયોગથી ઓક્સિજનયુક્ત ૧૦૦ બેડ કોવિડ આઈસોલેશન સેન્ટર ગારીયાધારમાં કાર્યરત કરવામાં આવ્યું..

આ આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન, દવા, ડૉકટર, જમવાનું, લેબ રિપોર્ટ, એમ્બ્યુલન્સ વગેરે તમામ સુવિધાઓ ભેદભાવ વગર નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.

સૌરાષ્ટ્રના તમામ વર્ગના લોકોને ઘર આંગણે અને નિઃશુલ્ક સારવાર મળી રહે તેવો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા સાથેના ૧૦૦ બેડ, દર્દીને દવા, ડૉકટર કન્સલ્ટેશન, જમવાનું, પેથોલોજી રિપોર્ટ્સ, એમ્બ્યુલન્સ, ફ્રુટની સુવિધા સાથે એકદમ નૈસર્ગીક વાતાવરણમાં અમુલ્ય સેવાનો લાભ વિનામુલ્યે અને નાત/જાત ભેદભાવ વગર આપવામાં આવ્યું

સૌ જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સુવિધાનો લાભ લે એવી અપેક્ષા અને વિનંતી છે.

Related posts

LDRP કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર કોરોના ગાઇડલાઇનના ઉડયા ધજાગરા …

Abhayam

સુરત :: શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્યનો દારૂનો વિડીયો વાયરલ, AAP ના સભ્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ

Abhayam

સુરત : રાદડિયા પરિવાર ના દીકરા દિકરી ના લગન માં કરી અનોખી પહેલ….

Deep Ranpariya

Leave a Comment