Abhayam News
AbhayamNews

સુરત:-આ શાળામાં ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા સ્કૂલ 7 દિવસ માટે બંધ…

રિપોર્ટ અનુસાર, સુરતના પાલ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભૂલકા વિહાર શાળામાં જે વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા છે તેમા ધોરણ 2, ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ ત્રણેય વિદ્યાર્થીઓ પાલ, ભાઠા અને અડાજણ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સુરત મહાનગરપાલિકાના અધિકારીને થતા તેઓ શાળામાં પહોંચ્યા હતા.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો સરેરાશ 50 કરતા વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાના કેસની સાથે-સાથે ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે.

તો બીજી તરફ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે સુરતની વધુ એક શાળામાં ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવતા વાલીઓમાં ચિંતા વધી છે. તો આ શાળાને 7 દિવસ માટે બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, સુરત સહિત રાજ્યના અલગ-અલગ શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં છેલ્લા ત્રણ મહિનાના સમયમાં 33 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે.

તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાજકોટના પ્રમુખ ડૉક્ટર પ્રફુલ કમાણીએ પણ નિવેદન આપ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હોવાના કારણે ધોરણ 1થી 5ના વર્ગોને 15 દિવસ માટે બંધ કરવામાં આવે.

તો બીજી તરફ અમદાવાદના ડૉક્ટર મોના દેસાઈ પણ બાળકોનું વધારે ધ્યાન રાખવાની વાલીઓને અપીલ કરી ચુક્યા છે. ડૉક્ટર મોના દેસાઈએ સરકારને અપીલ કરી છે કે, બાળકોમાં પણ વેક્સીનેશન શરૂ કરવામાં આવે, જેથી તેમના વાલી ચિંતા મુક્ત રહે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ શાળામાં રહેલા 144 વિદ્યાર્થી અને શાળાના 19 કર્મચારી સાથે કુલ મળીને 163 લોકોનો કોરોના ટેસ્ટ કર્યો હતો. આ તમામનો રેપિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. આ ઉપરાંત, જે લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા

તેમને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ભૂલકા વિહાર શાળાને સાત દિવસ માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો…

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મહેશ સવાણીના AAPમાં જોડાયેલા શુભેચ્છા પાઠવતા બેનરો SMCએ ઉતારી લીધા..

Abhayam

વધુ બાળકો પેદા કરવા પર ભાર

Vivek Radadiya

વાઘ બકરી ટી ગ્રુપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન

Vivek Radadiya