Abhayam News
AbhayamAhmedabadBusinessNews

વાઘ બકરી ટી ગ્રુપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન

અમદાવાદ: જાણીતી બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે એટલે 22મી ઓક્ટોબરના રોજ આકસ્મિક નિધન થયું છે. 52 વર્ષના પરાગ દેસાઇ ગત સપ્તાહમાં પડી ગયા બાદ તેમની તબિયત લથડી હતી. જેમનું સારવાર દરમિયાન રવિવારે અણધાર્યું નિધન થતા રાજ્યના બિઝનેસ લોબીમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. દિગવંતની અંતિમ યાત્રા આજે સવારે 9.00 કલાકે થલતેજ સમ્શાન ગૃહ ખાતે નીકળશે.પરાગ દેસાઇનું નિધન

થોડા દિવસો પહેલાં તેઓ પડી જવાથી તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. આ અંગેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન રવિવારે તેમનું નિધન થયું હતું. આ સમાચારની આવતાની સાથે પરિવાર તેમજ બિઝનેસ લોબીમાં શોક ફરી વળ્યો છે

પરાગ દેસાઈ વાઘ બકરી ટી ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને 4થી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. પરાદ દેસાઇ પાસે 30થી વધુ વર્ષનો આંત્રપ્રિન્યોરશિપનો અનુભવ હતો. તેઓ એક પ્રખ્યાત ટી ટેસ્ટર પણ હતા અને રૂ. 1500 કરોડ (US$ 200 મિલિયન) થી વધુ ટર્નઓવર ધરાવતા ગ્રુપના ઈન્ટરનેશનલ બિઝનેસ, સેલ્સ અને માર્કેટિંગનું નેતૃત્વ પણ તેમણે સહજતાથી કર્યુ છે.પરાગ દેસાઇનું નિધન

પરાગ દેસાઈએ લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી (યુએસએ)માંથી MBA નો અભ્યાસ કર્યો હતો. તેમને 30 વર્ષથી વધુનો આંત્રપ્રિન્યોરશિપનો અનુભવ ધરાવતા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વાઘ બકરી ચા, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પકડ ધરાવે છે. આ સાથે દક્ષિણમાં હૈદરાબાદ અને ગોવામાં ઉપરાંત યુપી અને પંજાબ સુધી તેની પહોંચ વધી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ સમાજે આંદોલન કરીને મેળવેલી અનામત સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી- જાણીને ચોકી જશો…

Abhayam

જુઓ ફટાફટ:-આમ આદમી પાર્ટીના આ કોર્પોરેટર એ કોવિડ કેર આઇસોલેશન માટે આપ્યું આટલા લાખનું દાન, ગોપાલ ઇટાલિયાએ શું બોલી ઉઠ્યા…

Abhayam

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આ વાત ભાજપના MLA-સાંસદો માને તો ગુજરાતમાં 14000 કરતા વધુ બેડ વધી શકે છે…

Abhayam

1 comment

Comments are closed.