Abhayam News
Abhayam News

ઈન્ડિયન ઓઈલ કેમ્પસમાં લાગી ભીષણ આગ, આટલા લોકોના મોત….

પશ્ચિમ બંગાળના હલ્દિયા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) કેમ્પસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 35 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે 12 ઘાયલોને કોલકાતા મોકલવામાં આવ્યા છે. હવે વધુ ઘાયલોને કોલકાતા મોકલવામાં આવી રહ્યા છે.

કોર્પોરેશને જણાવ્યું હતું કે આગ મોકડ્રીલ બાદ લાગી હતી. મોકડ્રીલ સફળતાપૂર્વક થઈ ગઈ હતી. IOCએ આ મામલે તપાસ શરૂ કરી છે. સ્થાનિક તંત્ર પણ આ મામલે તપાસ કરશે.

હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્તોને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની હોસ્પિટલ અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની અંદર એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલ બાદ એક પ્લાન્ટમાં શટડાઉનનું કામ ચાલી રહ્યું હતું અને પછી ડ્રિલિંગ દરમિયાન વિસ્ફોટ થતાં આગ લાગી હતી. IOCની અંદર 10 ફાયર એન્જિનની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો…

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-આજથી આ શહેરોને નાઇટ કર્ફ્યૂમાં રાહત…

Abhayam

ઓક્સિજન ની કટોકટી સર્જાતા સુરત સિવિલ તેમજ સ્મિમેર દ્વારા લેવાયો મોટો નિર્ણય…

Abhayam

ટેબલેટ મુદે સરકાર ને ફરી મળી આંદોલનની ચીમકી.

Deep Ranpariya

Leave a Comment