Abhayam News
AbhayamNews

સુરત પોલીસે એક સાઇકલ ચાલકને આપ્યો મેમો..જાણો સમગ્ર ઘટના…

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. ત્યારે આજરોજ સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત સચિન વિસ્તારમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.

આપણો દેશ અજબ ગજબનો છે. અહીં ખૂબ મોટા ગુનાઓ કરીને માલ્યાઓ અને મોદીઓ વિદેશ ભાગી જતા હોય છે પરંતુ નાના માણસોને ઘણીવાર પોલીસ કે કોર્ટના ચક્કર લગાવવા પડતા હોય છે. અહીં એક એવો જ કિસ્સો બન્યો છે. સુરતમાં એક ભાઇ સાયકલ લઇને જતા હતા. તેઓ રોંગ સાઇડમાં ઘુસી ગયા. ત્યાં ફરજ પર હાજર પોલીસે ભાઇને કોર્ટનો મેમો ફટકારી દીધો. હવે ભાઇ જ્યાં સુધી કોર્ટમાં જઇને હાજર નહીં થાય ત્યાં સુધી તેમની સામે ગુનો ઊભો જ રહેશે.

પોલીસ આ રીતે સાઈકલ ચાલકનો મેમો ફાડી ન શકે, તેમ છતાં સુરત સચિન વિસ્તારમાં પોલીસે સાઈકલ ચાલકનો રોંગસાઈડમાં આવવાના ગુના હેઠળ મેમો ફટકારવામાં આવ્યો.

WhatsApp Image 2021 05 27 at 5.38.26 PM » Trishul News Gujarati Breaking News gujarat, surat, trishul news, ગુજરાત, સુરત

સાઈકલ ચાલકને આ રીતે મેમો ફટકારતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલમાં આ સાઈકલ ચાલકનો એક ફોટો પણ વાઈરલ થયો છે. જેમાં સાઈકલ ચાલક હાથમાં મેમો પકડીને પોતાની સાઈકલ ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે.

design 1 » Trishul News Gujarati Breaking News gujarat, surat, trishul news, ગુજરાત, સુરત

રોંગસાઈડમાં ગાડી ચલાવતા વ્યક્તિ, હેલ્મેટ ન પહેર્યું હોય, લાઈસન્સ ન હોય આવા સંજોગોમાં પોલીસ મેમો ફાડી શકે તેવો નિયમ છે. પરંતુ સુરતમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ ફટાફટ:-એક માતાએ પોતાની છ મહિનાની દીકરીનું માથું ધડથી અલગ કરી નાખ્યું…

Abhayam

વિઝાના નામે રૂપિયા ખંખેરતા લોકો સામે તપાસ 

Vivek Radadiya

Surat: 75 દીકરીઓ માટે સવાણી પરિવાર દ્વારા સુરતમાં યોજાયો ખાસ સમૂહ લગ્નોત્સવ

Vivek Radadiya