Abhayam News
Abhayam News

સુરત: સિંગણપોર પીઆઈને વિદાય સમારંભ ભારે પડ્યો.જાણો સમગ્ર ઘટના..

સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ એ.પી.સેલેયાની બે દિવસ અગાઉ ઇકો સેલમાં બદલી થઈ હતી. તેમના માનમાં પોલીસ મથકના સ્ટાફે અન્યો સાથે મળી સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ સાથે સ્વરુચિ ભોજનનું આયોજન કર્યું હતું

. જોકે, રાત્રી કરફ્યુમાં યોજાયેલા આ સમારંભમાં કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. તેની જાણ થતા આ મામલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એડીશનલ પોલીસ કમિશનર પી.એલ.મલને તપાસ સોંપી છે. ઉલ્લેખનીય છે કે લગ્નપ્રસંગોમાં 50 થી વધુ મહેમાનો સામે કાર્યવાહી માટે પોલીસ પહોંચીને કાર્યવાહી કરે છે તેમજ કરફ્યુ ભંગ બદલ પણ ગુનો નોંધે છે ત્યારે ખુદ પોલીસે જ તેનો ભંગ કરતા જવાબદારો સામે કાર્યવાહી કરવા સોશ્યલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે. 

Dainikbhaskar.com

સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પીઆઇ ને સસ્પેન્ડ કર્યા…

સિંગણપોર ડભોલી પીઆઇ એ પી સલૈયા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા…

સિંગણપોર પોલીસ સ્ટેશનમાં PI વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવશે..

વિદાય સમારંભ યોજવો પીઆઇ સલૈયા ને ભારે પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ વીડિયો :-ભારે બરફવર્ષામાં જવાનોએ દેખાડી ગજબની સ્ફૂર્તિ…

Abhayam

સુરતમાં કોંગ્રેસ તૂટી, આ નેતાઓ પંજો છોડી કમળ પકડશે ..

Abhayam

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે- જાણો બીજું શું કીધું….

Abhayam

Leave a Comment