Abhayam News
AbhayamBusinessGujaratNews

7 લાખનું બજેટ છે આ કાર, 26 KMની માઈલેજ અને 5 સ્ટાર રેટિંગ

7 લાખનું બજેટ છે

જો તમારી પાસે 7 લાખ રુપિયાનું બજેટ છે કાર લેવા માટે તો પછી બલેનોને પડતી મૂકીને આ કાર લઈ લો સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ અને માઈલેજ 26 કિલોમીટર, તો હવે બીજુ જોઈએ શું?

સમયમાં ભારતીય કાર ગ્રાહકો પણ હવે પોતાની સુરક્ષા અંગે જાગૃત થઈ રહ્યા છે. લોકો હવે કારમાં 6-7 લાખ રૂપિયાનું રોકાણ કરતા પહેલા તેની સુરક્ષા, ફીચર્સ અને બિલ્ડ ક્વોલિટી ચકાસી રહ્યા છે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, હવે કાર ખરીદતી વખતે લોકો માઈલેજ અને ફીચર્સની સાથે સાથે કારના સેફ્ટી ફીચર્સ અને સેફ્ટી સ્ટાર રેટિંગ વિશે પૂછે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો કારમાં ઉપલબ્ધ સેફ્ટી ફીચર્સ વિશે જાગૃત થઈ રહ્યા છે. ભારતમાં વેચાતી મોટાભાગની બજેટ કાર માઈલેજ આપે છે પરંતુ સેફ્ટીના સ્કેલ પર કંઈ ખાસ ઉકાળી શકતી હોતી નથી.

Tata Altroz

જો આપણે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી વિશે વાત કરીએ તો, કંપનીની મોટાભાગની સૌથી વધુ વેચાતી હેચબેક કારનું સેફ્ટી રેટિંગ નિરાશાજનક છે. મારુતિની સૌથી વધુ વેચાતી હેચબેક બલેનોનું ઉદાહરણ લેતા, આ કાર વધુ સારી ડિઝાઇન અને સુવિધાઓ સાથે આવે છે. તેના નવા જનરેશન મોડલનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ જૂની પેઢીનું NCAP રેટિંગ 0 સ્ટાર હતું. તમને જણાવી દઈએ કે બલેનોને માર્કેટમાં પ્રીમિયમ હેચબેક તરીકે વેચવામાં આવી રહી છે. તેની કિંમત 6.61 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

તમને જણાવી દઈએ કે માર્કેટમાં એવી કેટલીક કાર વેચાઈ રહી છે જે બલેનો કરતા વધુ સેફ્ટી અને સારી બિલ્ડ ક્વોલિટી સાથે સમાન કિંમતે આવે છે. બલેનો બજારમાં હ્યુન્ડાઈ i20 અને Tata Altroz ​​સાથે સ્પર્ધા કરે છે. ત્રણેય કાર લગભગ સમાન કિંમતે વેચાઈ રહી છે, પરંતુ આ બધામાં બેસ્ટ ક્રેશ ટેસ્ટ રેટિંગ સાથેની Tata Altrozની કિંમત રૂ. 6.61 લાખથી રૂ. 9.88 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.

સલામતી સુવિધાઓમાં ઉત્તમ

માત્ર ડિઝાઈનમાં જ નહીં પરંતુ સેફ્ટી ફીચર્સમાં પણ અલ્ટ્રોઝ કોઈપણ રીતે ઓછી નથી. આ તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર છે. Tata Altroz ​​એ ભારતીય બજારમાં વેચાતી એકમાત્ર હેચબેક છે જે 5-સ્ટાર ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગ સાથે આવે છે. Altroz ​​ને એડલ્ટ સેફ્ટીમાં 5-સ્ટાર અને ચાઈલ્ડ સેફ્ટીમાં 3-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. Hyundai i20 વિશે વાત કરીએ તો, તેને ક્રેશ ટેસ્ટમાં માત્ર 3-સ્ટાર આપવામાં આવ્યા છે, જ્યારે મારુતિ બલેનોનું જૂનું મોડેલ સુરક્ષામાં ઝીરો રેટિંગવાળી કાર છે.

બે એરબેગ્સ (ડ્રાઈવર અને પેસેન્જર), ચાઈલ્ડ લોક, ચાઈલ્ડ સીટ માટે એન્કર પોઈન્ટ, ઓવરસ્પીડ વોર્નિંગ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, એન્ટી થેફ્ટ એન્જિન ઈમોબિલાઈઝર, સેન્ટ્રલ લોકીંગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ Altrozમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે પ્રદાન કરવામાં આવી છે

એન્જિન પણ પાવરફુલ છે

અલ્ટ્રોઝ ત્રણ એન્જિન વિકલ્પોમાં વેચાઈ રહી છે, જેમાં પહેલું 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, બીજું 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન અને ત્રીજું 1.5-લિટર ડીઝલ એન્જિન છે જે 90 bhpનો પાવર અને 200 Nmનો ટોર્ક આપે છે. ત્રણેય એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો ઉપલબ્ધ છે. આ કાર પેટ્રોલમાં 19.33 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે, જ્યારે એક કિલોગ્રામ સીએનજીમાં આ કાર 26.2 કિલોમીટર સુધી ચાલી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

SMC:-કોરોનાને લઈ કમિશનરનું મોટું નિવેદન….

Abhayam

ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન

Vivek Radadiya

ગુજરાતમાં જળસંકટનાં એંધાણ હજુ ગુજરાત ના ઘણા ડેમો છે ખાલી..

Deep Ranpariya