Abhayam News
AbhayamNews

સુરત પોલીસ ઉર્વશીને કચડી નાખનારને પકડશે કે ફરીથી એક દીકરીને અન્યાય થાશે..?

ગુજરાત પોલીસ અને એમાં પણ સુરત પોલીસ આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવવાના રેકર્ડ ધરાવે છે પણ ઘણી વખત રાજકીય પરિબળોના જોરે પોલિસમાં કાબેલિયત હોવા છતાં અતુલ વેકરીયા જેવા મોટા ગજાના આરોપીઓને પકડતા શરમાય છે. પૈસાના જોરે પહેલાતો નબળી FIR કરવામાં આવી, કોર્ટના આદેશ બાદ ગંભીર કલમો ઉમેરાઈ, ત્યાં સુધીમાં અતુલ વેકરીયાએ આગોતરા જામીન માંગવાની તક મેળવી લીધી. મળતી વિગતો અનુસાર ગઈકાલે એડવોકેટ એમ એમ દેસાઈ હસ્તક પોતાના આગોતરા જામીન માટે અરજી કરી દીધી છે. હજુ સુધી પોલીસ ચોર પોલીસ રમતી હોય તેમ ઘરે છાપો મારવાની રમત રમી રહી છે.

ગત અઠવાડિયે જ નીખીલ ડોંગા નામનો આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો જેને 48 કલાકમાં નૈનીતાલથી ગુજરાત પોલીસ પકડી લાવી હતી. ત્યારે ઉર્વશી હીટ ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં અતુલ વેકરીયા હાથોહાથ દારૂની બોટલ સાથે પકડાયો હોવાનો પ્રત્યક્ષ દર્શીઓ દાવો કરી રહ્યા છે. તેમ છતાં તેને લોકપ માં પણ પૂરવામાં નહોતો આવ્યો અને VVIP સુવિધા આપવામાં આવી હોવાની વાતો પણ પોલીસ સુત્રો કરી રહ્યા છે.

સુરત પોલીસ રાજકીય પરીબળોના જોરે આજ્ઞાનું પાલન કરી રહી છે. કોર્ટે નબળી અને યોગ્ય તપાસ અને FIR ન થઇ હોવાનું કહીને પહેલા જ પોલીસની જાટકણી કાઢી છે. ત્યારે હવે સુરત પોલીસે યોગ્ય કલમનો ઉમેરો કરીને અતુલ વેકરિયાને પકડવા કોશિશ કરાઈ રહી છે તેવા હવાતીયા લગાવી રહી છે.

સુરત પોલીસની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધી રહી છે કારણકે હવે વિપક્ષના નેતાઓ પણ આ ઘટનાને લઈને ન્યાય અપાવવા પરિવારની પડ્ખે આવીને ઉભા રહ્યા છે. ત્યારે સામાજિક સ્તરે પણ દક્ષીણ ગુજરાતમાંથી મામલતદાર, કલેકટરશ્રીઓને આવેદન આપવાનો સિલસિલો શરુ થઇ ગયો છે. હજુ સુધી ભાજપના એકપણ નેતાએ આ બાબતે કોઈ મદદ કરી હોય તેવું સામે આવ્યું નથી ત્યારે સીધો આક્ષેપ ભાજપ અને સુરત પોલીસની ભાગીદીરી હોવાનો થઇ રહ્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, કોંગ્રેસના નેતા અને વકીલ પાર્થ લખાણી સહિતના નેતાઓએ પરિવારની મુલાકાત લઈને કેન્ડલ માર્ચ યોજીને પ્લેકાર્ડ સાથે પ્રદર્શન પણ આયોજિત કર્યું હતું, જેને લઈને શહેરીજનો પણ હવે ઉર્વશીને ન્યાય અપાવવા સોશિયલ મીડિયાની મારફતે #justiceforurvashi નામની ચળવળ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM મોદી મથુરાના પ્રવાસે

Vivek Radadiya

વર્ષ 2024માં દુનિયાભરમાં મચી જશે હાહાકાર! 

Vivek Radadiya

ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

Vivek Radadiya

70 comments

Comments are closed.