Abhayam News
Abhayam News

સુરત પોલીસ કમિશ્નરએ આ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં એક જાહેરનામાથી પ્રતિબંધો ફરમાવ્યા…

સુરત શહેરમાં આગામી તા.20-6-2021ના રોજ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા ઉધના, ખટોદરા, રાંદેર, અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારોના 39 પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે

જે અંતર્ગત કોરોના વાયરસને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રો પર આવનાર તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રથી 100 મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરધસ કાઢવા તેમજ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા દરમિયાન ચાલુ રાખવા, વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમદાવાદમાં કોર્પોરેશન આ કારણે હવે 15 પ્લોટની હરાજી નહીં કરે ..

Abhayam

18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ અંગે મહત્વના સમાચાર..

Abhayam

વિશ્વ માં સર્જાઈ રહ્યો છે કોરોના ની ત્રીજી લહેર નો ડર દરરોજ વધી રહ્યા છે કેસ…

Abhayam

Leave a Comment