Abhayam News
Abhayam

ઓનલાઈન ચીજ વસ્તુઓ મંગાવતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો

A shocking case for people ordering things online

ઓનલાઈન ચીજ વસ્તુઓ મંગાવતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે સુરતમાં ઓનલાઈન મોબાઈલનાં બદલે પરફ્યુમ મોકલી છેંતરપીંડી કરતા ઠગ પોલીસનાં હાથે ઝડપાયો છે. આ ઠગ મોબાઈલનાં બદલે પરફ્યુમ મોકલી લોકો સાથે છેંતરપીંડી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઠગ લોકોને સોશિયલ મીડિયા મારફતે સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી છેંતરપીંડી આચરતો હતો. 

A shocking case for people ordering things online

ઓનલાઈન ચીજ વસ્તુઓ મંગાવતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો

આ સમગ્ર બાબતે પોલીસનાં ધ્યાને આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા ક્રાઈમ બ્રાન્ચે રાંદેરમાંથી અફઝલ ખાંડા નાનાં શખ્સની અટકાયત કરી હતી. તેમજ વધુ તપાસમાં પોલીસે કોમ્પ્યુટર અને પરફ્યુમ ભરેલા 70 થી વધુ કાર્ટૂન મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ સુરત પોલીસ દ્વારા યુવકની પૂછપરછ હાથ ધરતા અફઝલ ઓનલાઈન મોબાઈલ વેચવાનાં બહાને લોકો સાથે છેંતરપીંડી આચરતો હતો.  તેમજ જે લોકો ઓનલાઈન મોબાઈલ મંગાવતા તેઓને મોબાઈલની જગ્યાએ પાર્સલમાં પરફ્યુમ મોકલી રૂપિયા પડાવવાનો નવિ કમીયો અજમાવ્યો હતો. 

A shocking case for people ordering things online

અફઝલ ખાંડા દ્વારા સોશિયલ મીડિયામાં લોકોને સસ્તા મોબાઈલ આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં ઝડપાયેલા શખ્શનાં અનેક ગુનાનો  ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. ત્યારે આરોપી દ્વારા ગુજરાત બહારનાં લોકો સોફ્ટ ટાર્ગેટ હતો. ગુજરાત બહારમાં પોલીસ કેસ થવાની શક્યતા ઓછી હોય છે. 

A shocking case for people ordering things online

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શું ભારતીય છે chat GPT ના CEO?

Vivek Radadiya

કોડીનાર શિંગોડા નદીનો પટમાં માનવ મહેરામણ દ્રશ્યો 

Vivek Radadiya

જાણો જલ્દી:-ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રભારી રાજીવ સાતવનું નિધન..

Abhayam