Abhayam News
AbhayamSurat

સુરત મનપાએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ ખર્ચી નાંખ્યા 5 કરોડ

સુરત મનપાએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ ખર્ચી નાંખ્યા 5 કરોડ સુરતમાંથી એક વિચિત્ર અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. હાલમાં આપ નેતાએ ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકા પર ગંભીર આરોપ લાગવ્યો છે

સુરતમાંથી એક વિચિત્ર અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. હાલમાં આપ નેતાએ ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકા પર ગંભીર આરોપ લાગવ્યો છે. આપ નેતાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુરત મનપાએ છેલ્લા પાંચ વર્ષમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. આપ નેતાના આ આરોપ બાદ સુરતમાં રાજકારણ ગરમાયુ છે.

સુરત મનપાએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ ખર્ચી નાંખ્યા 5 કરોડ

સુરતમાં નેતાઓ પ્રજાના પરસેવાના પૈસાથી લહેર કરી રહ્યાં છે, પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યાં છે, આવો આરોપ આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘને લગાવ્યો છે. મનપા વિપક્ષ આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘને સુરત મનપા પર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો છે. તેમને કહ્યું કે, પાલિકાએ 5 વર્ષમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ અધધધ 5 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે.

73-D હેઠળની બિલ મંજૂરી પર બિલોરી કાચ મુકવા છતાં ખર્ચો બે કાબુ રીતે દેખાઇ રહ્યો છે. તેમને વધુમાં આરોપ લગાવ્યો કે, મંડપ સાઉન્ડ સિસ્ટમ જાહેરાતના બેનરો માટે પણ મનપા દ્વારા મોટી માતબર રકમનો ખર્ચ કરાયો છે. 

આરોપી મોહમંદ શરમન છેલ્લા કેટલાક દિવસથી અમસ્તો જ ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે ઊભો રહીને વાહન ચેકિંગ કરવાનો ડોળ કરતો હતો. ઉધના પોલીસની ટીમ ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે જ્યારે પેટ્રૉલિંગ કરવા પહોંચી હતી, અને ત્યાં થયેલા એક અકસ્માતના ફૂટેજ પણ ચકાસવાનો ઇરાદો હતો. આ સમયે ત્રણ રસ્તા પાસે જ પોલીસનો યૂનિફોર્મ પહેરીને ઊભી રહેલી વ્યક્તિને જોઇ હતી. પ્રૉબેશનરી આઇ.પી.એસ. લગાવે છે તેવા ત્રણ સ્ટાર તેના યૂનિફોર્મ ઉપર ચમકતા હતા,

પરંતુ આ વ્યક્તિ હાથમાં બેગ લઇને ઊભી હતી અને માથે ટોપી કૉન્સ્ટેબલ પહેરે તેવી પહેરી હતી. એટલું જ નહીં તેના ચહેરા ઉપર દાઢી પણ વધેલી હોઇ પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. આ પછી પોલીસે નકલી આઇપીએસ અધિકારીને ક્યાં નોકરી કરો છો તેવું પૂછતાં જ તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. પોલીસે આઇકાર્ડની માંગણી કરતાં આધાર કાર્ડ આપ્યુ અને મામલો સ્પષ્ટ થઇ ગયો હતો. હાલમાં આ વ્યક્તિને અટકાયતમાં લઇ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. દેસાઇએ વધુ પૂછપરછ કરતાં તેને પોતાનું નામ મોહંમદ શરમઝ હોવાનું જણાવ્યું હતું. પોતે માત્ર ૧૦મું પાસ હોવાનું અને હાલ ભાઠેનામાં સિલાઇ મશીનનું કામ કરવા બિહારથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેને પોલીસ બનવાનો શોખ હોઇ માત્ર શોખ કરવા તેણે IPSનો યૂનિફોર્મ સિવડાવ્યો હતો અને તે પહેરીને અહીં ઊભો રહેતો હતો. જોકે, ઘરની ઝડતી દરમિયાન પ્લાસ્ટિકની વૉકીટૉકી પણ મળી આવી હતી. પોલીસે નકલી સરકારી કર્મચારી બનવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું 

Vivek Radadiya

UGCની યુનિવર્સિટીઓને એમફિલમાં પ્રવેશ ન આપવાની ટકોર

Vivek Radadiya

સુરતમાં ભાજપના કાર્યાલય એ બોલાવાયેલી મિટિંગ માં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા..

Abhayam