સુરતમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પંક્ચર સોલ્યુશન શહેરમાંથી ફરી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં 11-12 વર્ષના છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ટાયર પંક્ચર સોલ્યુશન ટ્યુબનો નશો કરતા હોય તેવી વાત સામે આવી છે. પાંડેસરાના જાગૃત નાગરિકોએ શંકાસ્પદ વિદ્યાર્થીઓની શાળાનું દફતર તપાસતાં આ ચોંકાવનારી બાબત સામે આવી છે. આ અંગેનો નાગરિકોએ વીડિયો બનાવ્યો હતો. માનવામાં આવે છે કે, સોલ્યુશન ટ્યુબના નશાથી દારૂ કરતા પણ વધારે નુકસાન થાય છે.
સુરતમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પંક્ચર સોલ્યુશન
‘થોડા દિવસથી કેટલાક વિદ્યાર્થીઓને જોતા હતા’
આ અંગે સ્થાનિકોએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ છે કે, થોડા દિવસથી અમે કેટલાક વિદ્યાર્થીઓને ટ્યુબ સાથે જોતા હતા. આ બાળકો પાસે જો કોઇ હથિયાર હોય અને અમને મારી દે જેના કારણે અમે તેમને કાંઇ કહેતા ન હતા. પરંતુ અમે સોસાયટીના લોકો સાથે હતા ત્યારે તેમને પકડી પાડ્યા છે. આ છોકરાઓ ઉપરાંત છોકરીઓ પણ આવે છે જે અહીં બેસીને સિગરેટ પીવે છે.
વિદ્યાર્થીઓની બેગ તપાસતા ખુલ્યો રાઝ
શહેરની પાંડેસરા વિસ્તારની જલારામ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓને શંકા ગઇ હતી કે, અમુક બાળકો સોલ્યુશન ટ્યૂબનો નશો કરતા હોઇ શકે છે. આ બાળકો જ્યારે જઇ રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ તેમની સ્કૂલની બેગ ચેક કરી હતી. આ બાળકોની બેગમાંથી સોલ્યુશન ટ્યુબ, નળીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. સ્થાનિકોના દાવા પ્રમાણે, આ વિદ્યાર્થીઓ સિગરેટ અને હુક્કાની જેમ પંચર સોલ્યુશનને થેલી અને નળીમાં નાંખીને આનો નશો કરતા હતા.
બેગમાંથી પાના પકડ પણ મળી આવ્યા
આ વાયરલ વીડિયોમાં એવું પણ જોવા મળ્યુ છે કે બાળકોની બેગમાં થોડા પાના પકડ પણ હતા. આ અંગે તેમને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે, આ બધું અમને રસ્તા પર પડેલું મળ્યુ હતુ. જે અમે લઇને બેગમાં મુકી દીધું.
દારૂના નશા કરતા પણ હોય છે ખતરનાક
માનવામાં આવે છે કે, આ ટ્યુબ સોલ્યુશનનો નશો દારૂના નશા કરતા પણ વધારે નુકસાન કરે છે અને તેનો નશો પણ ઘણો જ ચડતો હોય છે. આ સોલ્યુશન ટ્યુબ કોઇપણ દુકાનોમાંથી સરળતાથી મળી જતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ લઇ જાય તો તેમને પૂછવાવાળું કોઇ હોતુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે