Abhayam News
AbhayamSports

ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત

ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો. મેથ્યુઝ પહેલા આવી રીતે કોઈને આઉટ આપવામાં આવ્યો નથી. જોકે આ અજીબ રેકોર્ડ 16 વર્ષ પહેલા જ બની ગયો હોત. પરંતુ આફ્રિકન કેપ્ટનની ખેલદિલીના કારણે આ શક્ય ન બન્યું. નહીં તો આ રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હોત.

ક્રિકેટમાં આઉટ થવાની અલગ અલગ 10થી વધુ રીતો છે, જેમાંથી સૌથી દુર્લભ છે ‘ટાઈમ આઉટ’, જે ટેસ્ટ ક્રિકેટના 140 વર્ષથી વધુ સમયમાં ક્યારેય બન્યું ન હતું. જોકે બાંગ્લાદેશ સામે શ્રીલંકન ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને આઉટ આપતા તે આ રીતે આઉટ થનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો હતો. જો કે, આ વિચિત્ર રેકોર્ડ મેથ્યુઝ પહેલા ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીના નામે હોત.

ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત

છ મિનિટ મોડા પહોંચેલા ગાંગુલીને આઉટ આપવામાં આવ્યો ન હતો

વર્ષ 2007 માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચની બીજી ઈનિંગમાં ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 6 મિનિટ મોડો મેદાનમાં પહોંચ્યો હતો. છતાં તેને રમવા દેવામાં આવ્યો હતો અને કોઈએ પણ સવાલ ઉઠાવ્યો નહીં. જો આફ્રિકન કેપ્ટને આ અંગે વાંધો ઉઠાવ્યો હોત તો ગાંગુલી ટાઈમ આઉટ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો હોત.

સૌરવ ગાંગુલીને મેદાનમાં પહોંચવામાં કેમ મોડું થયું ?

ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 2007ની કેપટાઉન ટેસ્ટમાં છ મિનિટ મોડો ક્રિઝ પર પહોંચ્યો હોવા છતાં તેને વધુ સમય આપવામાં આવ્યો હતો. મેદાન પર ઓછો સમય વિતાવવાને કારણે સચિન તેંડુલકરને બીજા દિવસે રમતની શરૂઆતમાં બેટિંગ કરવા દેવામાં આવી ન હતી. તેને રમવામાં હજી સમય હતો. વીવીએસ લક્ષ્મણ બાથરૂમમાં હતો, જેના કારણે સૌરવ ગાંગુલીને ઉતાવળમાં કીટ પહેરવી પડી હતી અને તેને મોડું થયું.

રમત શરૂ થવામાં કુલ 6 મિનિટનો સમય લાગ્યો હતો

સૌરવ ગાંગુલી 3 મિનિટથી વધુ મોડો મેદાનમાં પહોંચ્યો હતો. આ પ્રક્રિયામાં કુલ 6 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. છતાં અમ્પાયરે ગાંગુલીને આઉટ આપ્યો. જે અંગે અમ્પાયર ડેરિલ હાર્પરે સ્પષ્ટ કર્યું હતું કે સચિનને ​​બેટિંગ ન કરવા દેવા અંગે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી, તેથી અહીં ટાઈમ આઉટનો નિયમ લાગુ થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આજે 21 હજાર કરોડની વેલ્યૂએશન સાથે Moglix યુનિકોર્ન બની

Vivek Radadiya

આટલા લોકો મહેશ સવાણીની હાજરીમાં AAPમાં જોડાયા:- અહિંયા ભાજપના ગઢમાં ગાબડું…

Abhayam

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું..

Abhayam