Abhayam News
Abhayam

અસલ જિંદગીના Baazigar! 

અસલ જિંદગીના Baazigar!  તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિકાસે 1-2 નહીં પર પૂરા 20 બિઝનેસ આઈડિયા પર કામ કર્યું અને તેમનો દરેક દાવ નિષ્ફળ થતો રહ્યો. સફળતા તો હજારોને મળે છે, પરંતુ વિકાસની કહાણી એટલા માટે ખાસ છે, કારણ કે વારંવાર નિષ્ફળતા છતાય તેનો જુસ્સો જરા પર ઓછો થયો નથી.

અસલ જિંદગીના Baazigar! 

સફળતાથી ભારે તેની કહાણી હોય છે અને હારથી મોટો સંઘર્ષ. વિકાસ ડી નાહરે પણ આવી જ તર્જ પર પોતાની વાર્તા લખી છે. તેમની સામે સંઘર્ષ, હાર અને અસફળતાની એક લાંબી યાદી હતી, પરંતુ તેમ છતાય વિકાસનો જૂસ્સો ક્યારેય ડગમગાયો નથી. લાખોની નોકરીને લાત મારીને પોતાનું કંઈક કરવાનો જુસ્સો લઈને વિકાસે જ્યારે કારોબારી સફર શરૂ કર્યો તો રસ્તા ઓછા અને ખાડા વધુ હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિકાસે 1-2 નહીં પર પૂરા 20 બિઝનેસ આઈડિયા પર કામ કર્યું અને તેમનો દરેક દાવ નિષ્ફળ થતો રહ્યો. સફળતા તો હજારોને મળે છે, પરંતુ વિકાસની કહાણી એટલા માટે ખાસ છે, કારણ કે વારંવાર નિષ્ફળતા છતાય તેનો જુસ્સો જરા પર ઓછો ન થયો. આખરે સંઘર્ષે રંગ બતાવ્યો અને માત્ર 10,000 રૂપિયાની મૂડી લગાવીને એક સફળ બિઝનેસને મોટા કારોબારમાં ફેરવી દીધો. આજે વિકાસ નાહરની કંપની હૈપિલો () લગભગ 500 કરોડનો કારોબાર કરી રહી છે.

કાજૂ-બદામે રૂપિયા વરસાવ્યા- હૈપિલોના ફાઉન્ડર અને સીઈઓ વિકાસ નાહર (Vikas D. Nahar, co-founder and CEO of Happilo)ને શરૂઆતથી જ પોતાના પર વિશ્વાસ હતો. આ જ કારણ છે કે, સતત 20 વાર આઈડિયા ફેલ થવા છતાય તેમને પોતાનો બિઝનેસ કરવાનો હઠ પકડી રાખ્યો અને ડ્રાય ફ્રૂટની કંપની હૈપિલો બનાવી, જેમાં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરીને કરોડોની કંપની બનાવી દીધી.

પરિવાર તરફથી બિઝનેસ માટે જુસ્સો મળ્યો

પરિવાર તરફથી બિઝનેસ માટે જુસ્સો મળ્યો- વિકાસ ડી નાહરને પરિવાર તરફતી બિઝનેસ કરવા માટે જુસ્સો મળ્યો, કારણ કે તે એક ખેડૂત પરિવારથી આવે છે, જે કોફી અને મરિયાનો કારોબાર કરતો હતો. તેમણે બેંગલોરની વિશ્વવિદ્યાલયમાંથી વર્ષ 2005માં કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન બાદ જૈન ગ્રુપમાં સીનિયર ઈમ્પોર્ટ મેનેજર તરીકે કામ કર્યું. પછી નોકરી છોડીને સિમ્બોસિસ યૂનિવર્સિટીથી એમબીએની ડિગ્રી મેળવી અને સાત્વિક સ્પેશિયાલિટી ફૂટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું. અહીંથી મળેવો અનુભવ તેમને બહુ જ કામ લાગ્યો અને પછી નોકરી છોડીને પોતાનું કામ શરૂ કર્યુ. વિકાસની સફળતા એ જ તેમને શાર્ક ટેંક સિઝન 2માં જજ બનાવ્યો, જ્યાં ઘણા સફળ ઉદ્યોગ સાહસિકો પહેલેથી જ હાજર છે.

માત્ર 2 કર્મચારીઓથી શરૂ થઈ કંપની- વિકાસે વર્ષ 2016માં માત્ર 10,000 રૂપિયા લગાવીને હેપિલો શરૂ કર્યું હતું. ત્યારે તેમની પાસે માત્ર 2 કર્મચારી હતા અને આ કંપનીએ ઓનલાઈન ડ્રાયફ્રૂટ વેચવાનું શરૂ કર્યું. તેમનું સંપૂર્ણ રીતે ક્વાલિટી પર ભાર મૂક્યો, જેનાથી ગ્રાહકોએ જલ્દીથી તેમની પ્રોડક્ટને અપનાવી. અત્યારે, હૈપિલો એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત તમામ ઈ-કોમર્સ સાઈટ પર તેમની પ્રોડક્ટનું વેચાણ કરે છે. તેમની પ્રોડક્ટની રેન્જ વધીને 40 પ્રકારના ડ્રાય ફ્રૂટ સુધી પહોંચી ગઈ છે. આટલું જ નહીં, આ બ્રાન્ડમાં 60 પ્રકારના મસાલા અને 100 પ્રકારની ચોકલેટ પણ મળી રહી છે. કંપની માત્ર થોડા જ વર્ષોમાં 500 કરોડની માર્કેય વેલ્યૂએશનને પાર જઈ રહી છે. જો કે, આ પહેલા વિકાસે તકનીક અને ફાઈનાન્સ સહિત લગભગ 20 આઈડિયા પર કામ કર્યું, જ્યાં અસફળતા હાથ લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

Vivek Radadiya

આવું જ એક ભગવાન રામ સાથે જોડાયેલ સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે. 

Vivek Radadiya

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર…

Abhayam