માત્ર 2 કલાક દાખલ રહેવા પર મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ! હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
- હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી
- 2 કલાક દાખલ રહેવા પર પણ મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ!
- મોટાભાગની વીમા કંપનીઓ ડે-કેર સારવાર માટે કવરેજ ઓફર કરે છે
માત્ર 2 કલાક દાખલ રહેવા પર મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ!
ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. નાની મોટી હેલ્થ પ્રોબ્લેમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી, કેટલીક બિમારીઓ એવી હોય છે કે, તેનો ઈલાજ 2 થી 5 કલાકમાં થઈ જાય છે. 24 કલાક હોસ્પિટલમાં એડમિટ થયા પછી જ ક્લેમ થાય તેવું જરૂરી નથી. માર્કેટમાં એવા હેલ્થ પ્લાન પણ છે, જેમાં ક્લેમ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી.
2 કલાક સુધી એડમિટ થશો તો પણ ક્લેમ થઈ શકશે
અનેક એવી હેલ્થ પોલિસી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવાનો સમય 24 કલાક સુધીનો નહીં પરંતુ 2 કલાકનો છે. હોસ્પિટલમાં 2 કલાક એડમિટ થયા પછી પણ હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકાય છે, પરંતુ તે પહેલા પોલિસીની શરતોને કાળજીપૂર્વક વાંચવી જોઈએ કે, તેમાં ડે-કેર સારવારની સુવિધા શામેલ છે કે નહીં
રેગ્યુલર ક્લેમની જેમ જ ડે કેર ટ્રીટમેન્ટ માટેનો ક્લેમ ફાઈલ કરી શકાય છે. મોટાભાગની વીમા કંપનીઓ ડે-કેર સારવાર માટે કવરેજ ઓફર કરે છે. વીમા કંપની દ્વારા આવરી લેવામાં આવતી સ્પેસિફિક ટ્રીટમેંટ અને સર્જરી બંને તદ્દન અલગ હોય છે. ડે-કેર ટ્રીટમેન્ટની સુવિધા કેશલેસ હોય છે.
ગ્રાહક ફોરમે મેડિકલ આ વર્ષે માર્ચમાં ઈન્સ્યોરન્સ સંબંધિત એક મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો કે, હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં 24 કલાક સુધી એડમિટ થાય તે જરૂરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
[…] માત્ર 2 કલાક દાખલ રહેવા પર મળશે હેલ્થ̷… […]
Comments are closed.