Abhayam News
News

સુરત :: આપના પ્રદેશ અધ્યક્ષ અને કોર્પોરેટર સહિત જાતે ખાડી સાફ કરી વિરોધ કર્યો

સુરત મા વોર્ડ નંબર 16 ના લોકો નો ખાડી અંતર્ગત મોટો પ્રશ્ન ઘણા વર્ષો થી ચાલી રહયો છે ઘણા આવેદન પત્રો અરજીઓ કાર્ય છતાં સુરત મહાનગપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવા માં આવ્યા ન હતા આખરે જનતા ની સેવા એ આમ આદમી પાર્ટી આવી વોર્ડ નં 16 ના નગર સેવક પાયલ બેન સાકરીયા દ્વારા મહાનગર પાલિકા સમક્ષ લોકો ની સમસ્યા રજૂ કરી છતાં પણ પાલિકા એ કોઈ પગલાં ન ભરાતાં લોકો ની મુશ્કેલી દૂર કરવા સ્વયં આમ આદમી પાર્ટીની ટીમ આગળ આવી.આજ સવારે 7 વાગ્યા થી બધા નગર સેવકો ગોપાલ ભાઈ ઇટાલિયા સહિત તમામ કાર્યકર્તા દ્વારા ખાડી ની સાફસફાઈ હાથ ધરી.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે સુરત ના વરાછા માં વોર્ડ નંબર 16 માં છેલ્લા ઘણા વર્ષો થી ખાડી નો પ્રશ્ન ખુબ મોટો બની ચૂક્યો છે વરસાદ આવતા ખાડી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે જેથી તેમાં મચછર નો ઉપદ્રવ પણ વધી જાય છે તેમજ આ ખાડી નું ગંદુ પાણી લોકો ના ઘરો માં પણ ઘૂસી જાય છે જે ખુબ જ આપતી જનક પરિસ્થિતિ સર્જાય છે.

ઘણી વખત સોસાયટી ના લોકો તેમજ પ્રમુખો દ્વારા મહાનગર પાલિકા માં અરજી કરવા છતાં કોઈ કામ ગીરી હાથ ધરવા માં આવતી નથી જ્યારે પાણી ઘરો મા ઘૂસી જાય ત્યાં સુધી કોઈ પાલિકા દ્વારા કોઈ પગલું ભરાતું નથી.ત્યાર બાદ 2021 નો મનપા નો ચૂંટણી બાદ ચૂંટાયેલા નગરસેવક પાયલબેન્ન સાકરીયા દ્વારા લોકો ની સમસ્યા હાલ કરવા ની નક્કી કર્યું. પાયલ બેન સાકરીયા દ્વારા પણ પાલિકા માં રજૂઆત કરતા કોઈ પગલાં હાથ ધરવા માં આવ્યા નહી.આખરે અંતે ગત રાતે પાયલ બેન તેમજ ધર્મેશ ભંડેરી સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ક્યાં કેટલો કચરો છે ક્યાં કેટલી સમસ્યા છે એ અંગે જાણ લઈ આજ સવારે 7 વાગ્યા થી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ધર્મેશ ભંડેરી સહિત સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા રીમોનસુંન અંતર્ગત ખાડી ના કાર્ય ને હાથ ધર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

ISROએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે.

Vivek Radadiya

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

Abhayam

હેકિંગ ઍલર્ટ મામલે Apple થી મોદી સરકારનો સીધો સવાલ

Vivek Radadiya