Abhayam News
AbhayamAhmedabadGujaratPolitics

હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી

હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે છે, જેઓ રાજ્યને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. તેઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પાંચ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અને લોખંડી પુરૂષ અને દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જંયતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. જેઓ આજે કેવડિયા ખાતે વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે. ત્યારે તેઓ વર્ષો બાદ સ્ટીમ એન્જિન ટ્રેનની યાદો તાજી કરાવવાના છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી એકતાનગર વચ્ચે હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનની શરૂઆત કરાવવાના છે.

pm modi

હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી

રવિવારે અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડશે 
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરથી હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી આપશે. હેરિટેજ ઇન્ટીરીયર સાથે રજવાડી ડાયનિંગ એરિયા ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે. આપને જણાવીએ કે, અગામી 5 નવેમ્બરથી ટ્રેન નિયમિતરૂપે શરૂ થશે. જે દર રવિવારે અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને 9:50 વાગ્યે એકતાનગર પહોંચાડશે. આ હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનથી પ્રવાસીઓ સસ્તી અને ઝડપી મુસાફરી કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવાનો લ્હાવો લઈ શકશે

train

આ છે ખાસિયત
ટ્રેનની મોટર કોચની સ્ટીમ  લોકોમોટિવના રૂપમાં ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રોલર બ્લાઈડ્સની સાથે પૈનોરમિક બારીઓ છે. આ ડિઝાઈન કારમાં 28 યાત્રિઓ બેસી શકે તેવી ક્ષમતાઓ પણ છે. સાગના લાકડામાંછી ડિઝાઈન કરેલા ટેબલ અને જોરદાર સીટોની સાથે 2 સીટર સોફા, ઈન્ટરનલ પૈનલ પ્રાકૃતિક સાગ અને પ્લાઈવુડથી સુસજ્જ છે. સાથે સાથે આમાં પ્રાકૃતિક સફેદ રોશની પણ સારો અનુભવ કરાવી રહી છે. તેમજ સારી ફિટિગની સાથે એફઆરપી મોડ્યુલ શૌચાલય જીપીએસ પણ લગાડવામાં આવેલું છે. 

ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે. જેમાં ત્રણ વાતાવરણ અનુકુળ એક્સક્લુટિવ ચેયર કાર કોટ અને જોરદાર ભોજન માટે રેસ્ટોરન્ટ પણ છે. સુખદ અને આરામ દાયક યાત્રા માટે ચાર કોચોમાં સૌદર્યપૂર્ણ રૂપથી ડિઝાઈન કરાયેલી ઈટીરિયર અને ફિટિંગની સાથે સાથે આધુનિક સુવિધાઓ પણ સામેલ છે.

steam train

મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર બનશે
લોખંડી પુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતિ છે ત્યારે નર્મદામાં રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં PM મોદી નર્મદામાં એકતા પરેડ ખાસ હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પર સંબોધન કરશે.

તેમજ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ગ્રી ઈનિશેયેટિવ હેઠળ પ્રધાનમંત્રી 30 ઈ-બસનું લોકાર્પણ કરશે તેમજ 210 પબ્લિક બાઈક શેરિંગનું પણ લોન્ચિંગ કરશે. મહત્વનું છે કે, રૂપિયા 100 કરોડના ખર્ચે એકતાનગરમાં મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર બનશે. પ્રવાસીઓની સુવિધા માટે 7.5 કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ, વોક-વેનું પણ નિર્માણ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સેવા સંસ્થાની સેવાને સફળ બનાવનાર પડદા પાછળનાં યોદ્ધાઓ..

Abhayam

આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી….

Abhayam

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

Abhayam

1 comment

ટીમ ઇન્ડિયા ટેન્શનમાં વર્લ્ડ કપમાં ઊભી થઇ શકે છે મોટી મુશ્કેલી - Abhayam News October 31, 2023 at 5:19 am

[…] હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડ… […]

Comments are closed.