Abhayam News
AbhayamGujaratNewsPolitics

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. આજે તેઓ ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને ત્યાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરશે. સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ આ દિવસે 1875માં ગુજરાતમાં થયો હતો.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. પીએમ વર્ચ્યુઅલી એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે

ચંદ્રયાન-3 મિશનના સફળ પરીક્ષણનું દ્રશ્ય

 આ પરેડ દરમિયાન યુવાનોએ ચંદ્રયાન-3 મિશનના સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરતું પરફોર્મ આપ્યું હતું. યુવાનોએ દેશની આ ઐતિહાસિક સિદ્ધિની નાનકડી ઝલક રજૂ કરી હતી. તેમજ તિરંગાની પ્રતિકૃતિ રજૂ કરીને સમાપન કરાયું હતું.

વડાપ્રધાને લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા

સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષામાં સહયોગ આપવાનો સંકલ્પ લીધો હતો.

દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી પુષ્પાંજલિ કરી હતી.

એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન મોદી આજે નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાજંલિ અર્પણ કરશે. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે 5 ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટ, ત્રણ પ્રવાસન આકર્ષણના પ્રોજેક્ટ અને 3 ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરતમાં 7 ફરિયાદ:-જાણો કારણ

Abhayam

વલસાડ::ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો,બહેનપણી નીકળી હત્યારણ,કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?

Archita Kakadiya

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

Vivek Radadiya