Abhayam News
AbhayamBusinessEntertainmentGujaratNews

શાહરૂખ ખાન માત્ર ફિલ્મોથી જ નથી કમાતો

શાહરૂખ ખાન માત્ર ફિલ્મોથી જ નથી કમાતો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન આજે 58 વર્ષનો થઈ ગયો છે. તે દુનિયાના સૌથી મોંઘા સ્ટાર્સમાંથી એક છે અને કમાણીના મામલે બોલિવૂડનો ‘પઠાણ’ છે. જો કે કિંગ ખાન માત્ર ફિલ્મોથી જ નહી પણ અન્ય રીતે ફિલ્મો જેટલીજ મોટી અને તગડી કમાણી કરે છે. ત્યારે ચાલો જાણીએ તેમની એ કમાણીના કયા સ્ત્રોત છે એટલી કે ફિલ્મો સિવાય બીજે ક્યાંથી અને કેવી રીતે કમાણી કરે છે.

શાહરૂખ ખાન માત્ર ફિલ્મોથી જ નથી કમાતો

બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાન આજે 58 વર્ષના થઈ ગયા છે. તેની તાજેતરની બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’એ કમાણીના મામલે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. શાહરૂખ ખાન પોતે વિશ્વના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક છે.

તેમની બોલિવુડ કારકિર્દીમાં લગભગ 35 વર્ષ થઈ ગયા છે અને તેમણે ‘ઝીરો’થી બોલિવૂડના સૌથી સફળ હીરો બનવાની સફર પૂર્ણ કરી છે. પરંતુ શું તમે જાણો છો કે શાહરૂખ ખાન માત્ર બોલિવૂડની ફિલ્મોથી જ નથી કમાતા પરંતુ તેમની કમાણી ઘણા અલગ-અલગ સ્ત્રોત છે. ત્યારે ચાલો જોણીએ કયા બીજા સ્ત્રોતથી શાહરુખ કરે છે તગડી કમાણી.

બોલિવૂડ એક્ટર હોવા ઉપરાંત શાહરૂખ ખાન એક સફળ બિઝનેસમેન પણ છે. તેમણે અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. તે IPL ટીમ ‘કોલકાતા નાઈટ રાઈડર્સ’નો કો-ઓનર પણ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ પણ છે. આ સિવાય પણ પૈસા કમાવવાના તેમની પાસે ઘણા સ્ત્રોત છે.

શાહરૂખ ખાનની નેટવર્થ

આવકના સ્ત્રોત જાણતા પહેલા શાહરુખ ખાન કેટલી કમાણી કરે છે એટલેકે કિંગ ખાનની નેટવર્થ કેટલી છે તે જાણી લઈએ. મુંબઈના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં લગભગ 200 કરોડ રૂપિયાના ‘મન્નત’ બંગલામાં રહેતા શાહરૂખ ખાનની નેટવર્થ 6300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની પાસે દુબઈના ‘પામ જુમેરા’માં 100 કરોડ રૂપિયાનો બંગલો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન એક ફિલ્મ માટે 100 થી 150 કરોડ રૂપિયા લે છે. તે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો એક્ટર છે. તેમની વાર્ષિક આવક રૂ. 280 થી 300 કરોડની વચ્ચે છે.

શાહરૂખ ખાનની આવકના સ્ત્રોત

  1. શાહરૂખ ખાન ફિલ્મો ઉપરાંત ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે. આ માટે તે પ્રતિ એન્ડોર્સમેન્ટ 10 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. શાહરૂખ ખાન Reliance Jio, Hyundai, Thums Up, Dubai Tourism અને ITC Sunfeast Dark Fantasy જેવી બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે.
  2. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ કિંગખાન અને પત્ની ગૌરી ખાનનું છે. જેનું વાર્ષિક ટર્નઓવર લગભગ રૂ. 500 કરોડ છે. જો કે, ગૌરી ખાનની પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ ‘ડી-ડેકોર’ પણ છે.
  3. શાહરૂખ ખાને આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં પણ રોકાણ કર્યું છે. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, મેચ ફી, ફ્રેન્ચાઈઝી ફી, BCCI ઈવેન્ટ રેવન્યુ અને ઈનામની રકમના રૂપમાં કરોડોની કમાણી કરે છે.
  4. શાહરૂખે KidZania બ્રાન્ડમાં પણ રોકાણ કર્યું છે. તેમાં તેમની 26 ટકા ભાગીદારી છે. તે તેના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ કંપની બાળકો માટે ઇન્ડોર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવે છે, જે શિક્ષણ અને મનોરંજનની મિશ્ર થીમ પર બનેલ છે.
  5. શાહરૂખ ખાન પણ ઘણીવાર ટીવી શોમાં જોવા મળે છે. તેણે ઘણા ટીવી શો પણ હોસ્ટ કર્યા છે. ટીવી પર શો કરવા માટે તે પ્રતિ એપિસોડ 2 થી 2.5 કરોડ રૂપિયા લે છે. શાહરૂખ ખાન લગ્નમાં પણ પરફોર્મ કરે છે, જેના માટે તે 4 થી 8 કરોડ રૂપિયા લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ :-ભારતમાં 11 એપ્રિલ સુધીમાં 44.78 લાખ કોરોના વેક્સીન ડોઝ થયા બરબાદઃ RTI માં થયો ખુલાસો..

Abhayam

જુઓ:-આ 43 નેતાઓ આજે મંત્રીપદની શપથ લેશે..

Abhayam

ભારતીય સૈન્ય દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ભૂજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ..

Abhayam