Abhayam News
AbhayamAhmedabad

માધુપુરામાંથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો

Shah Rukh Khan was caught with 22 kg of ganja from Madhupura

માધુપુરામાંથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો અમદાવાદના માધુપુરામાંથી ગાંજાનું વેચાણ કરનાર એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. માધુપુરા પોલીસે 22 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ શોર્ટકટથી પૈસાદાર થવા નશાનો કારોબાર શરૂ કર્યો અને ગાંજાનો જથ્થો લાવી, નાની-નાની પડીકીઓ બનાવી શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો.

Shah Rukh Khan was caught with 22 kg of ganja from Madhupura

માધુપુરામાંથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો

અમદાવાદમાં ફરી સામે આવ્યો છે નશાનો કાળો કારોબાર. ખેડામાં નશાકારક કપ સિરપ પીવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે વધુ એક શખ્સમી ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. માધુપુરા પોલીસે 22 કિલો ગાંજાના જથ્થા સાથે એક શાહરૂખ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને બાતમી મળી હતી કે એક ગાડીમાં શાહીબાગ દુધેશ્વર રોડ પર ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઘર નજીક પહોંચી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને ગાંજાનું વેચાણ કરનાર શાહરૂખને ગાડીમાંથી રંગેહાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી ગાંજો અને કાર સહિત રૂપિયા 5.30 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Shah Rukh Khan was caught with 22 kg of ganja from Madhupura

પકડાયેલ આરોપી શાહરુખ ખાન પઠાણ વર્ષ 2021માં વલસાડમાં 283 કિલો ગાંજાના કેસમાં સંડોવણી સામે આવી હતી. જેમાં આરોપીની ધરપકડ બાદ 6 માસ જેલવાસ ભોગવ્યો હતો. અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું.જેની પૂછપરછમાં સામે આવ્યું કે શાહઆલમના ઝફાર પાસેથી ગાંજાનો જથ્થો લાવી પોતે નાની નાની પડીકીઓ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો.

એક કિલો 7 હજારના ભાવે ગાંજો ખરીદીને પોતે પડીકીઓ બનાવીને 10 હજારમાં વેચતો હોવાનું ખુલ્યું છે. છેલ્લા 2 વર્ષથી ગાંજાનો કારોબાર કરીને આરોપીએ પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું.. આરોપીની પૂછપરછમાં વોન્ટેડ આરોપી ઝફારે ગાંજો વેચવા માટે શાહરૂખનો સામેથી સંપર્ક કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

Shah Rukh Khan was caught with 22 kg of ganja from Madhupura

હાલ માધવપુરા પોલીસે આરોપી શાહરૂખખાન પઠાણના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વોન્ટેડ ઝફારની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝફારની ધરપકડ બાદ ગાંજાનું નેટવર્ક અને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીના નામ સામે આવે તેવી શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:- AAP ના આ કોર્પોરેટર એ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના દર્દી માટે એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam

સુરત:-આ ભાજપ ના નેતાએ રૂપાણી સાહેબ ને પત્ર લખી કહ્યું કે…

Abhayam

ગુજરાતના માથે વધુ એક મુસીબત: કોરોના વચ્ચે નવો રોગચાળો ફાટી નિકળ્યો જુઓ પૂરી ખબર…

Abhayam

1 comment

Comments are closed.