12પી/પોંસ-બ્રૂક્સ નામના ધૂમકેતૂમાં ચાર મહિનામાં બીજી વખતે વિસ્ફોટ થયો છે. વૈજ્ઞાનિકોએ ચેતાવણી આપી છે કે તે હવે પૃથ્વીની તરફ વધી રહ્યો છે.
- ધરતી પર તબાહી મચાવી શકે છે આ ધૂમકેતુ
- વૈજ્ઞાનિકોએ પણ આપી છે ચેતવણી
- ધરતી પર ફૂલ સ્પીડે આવી રહ્યો છે ધૂમકેતુ
અંતરિક્ષ અને તેમાં થતી હલચલમાં લોકો ખૂબ જ રસ બતાવે છે. સ્પેસમાં દરરોજ નવી ઘટના ઘટતી રહે છે. એક એવી જ નવી ઘટના ઘટી છે. વૈજ્ઞાનિકોએ ચેતાવણી આપી છે કે માઉન્ટ એવરેસ્ટે ત્રણ ગણો મોટો એક ધૂમકેતુ ચાર મહિનામાં બીજી વખત ફાટ્યો અને હવે પૃથ્વીની તરફ વધી રહ્યો છે.
પૃથ્વી તરફ આવી રહ્યો છે ધૂમકેતુ
એક રિપોર્ટ અનુસાર ધૂમકેતુનું નામ 12પી/પોંસ-બ્રૂક્સ છે. આ એક ક્રાયોવોલ્કેનિક કે ઠંડો જ્વાળામુખી ધુમકેતુ છે. તેની સાઈઝની વાત કરવામાં આવે તો તેનો ડાયમર 18.6 મીલી છે અને આ 5 ઓક્ટોબરે ફાટ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે કે જ્યારે ધૂમકેતુમાં વિસ્ફોટ થયો છે. છેલ્લી ખગોળીય ઘટના જુલાઈમાં થઈ હતી.
12પી/પોંસ-બ્રૂક્સની નજીકથી દેખરેખ બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશન કરી રહ્યું છે. વિસ્ફોટની જાણકારી ત્યારે મળી જ્યારે તેણે 12પીને કોમા અને કેન્દ્રના આસપાસ ધૂળના વાદળ અને ગેસ જોયા. સાથે જ પરાવર્તિત પ્રકાશના કારણે ખૂબ વધારે ચમક જોવા મળી. રિપોર્ટ અનુસાર બીજા થોડા દિવસોમાં ધૂમકેતુનો કોમા વધારે વિસ્તરિત થશે અને તેના અજીબ શિંગડા વિકસિત થયા છે.
અમુક નિષ્ણાંતોએ મજાકમાં એમ પણ કહ્યું કે કોમાનો અનિયમિત આકાર ધૂમકેતુને કોઈ સ્ટોરીના સ્ટારશિપ જેવો દેખાય છે. આ સ્ટાર વાર્સના મિલેનિયમ ફાલ્કન જેવો દેખાય છે. શિંગડાનું કારણ સ્પષ્ટ નથી. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે આ 12Pના ન્યૂક્લિયરના આકારના કારણે હોઈ શકે છે. 20 જુલાઈ બાદથી આ બાર પી નો બિજો વિસ્ફોટ છે. આ વિસ્ફોટ વખતે શિંગડા જેવું ઉત્સર્જન ધૂમકેતુથી સાત હજાર ગણો વધારે મોટું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…