Abhayam News
AbhayamGujaratLife Style

ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં? રસોડામાં રહેલા લસણ અને ડુંગળી બંને એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરરોજ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે જે ફોતરાંને આપણે બેકાર સમજીને ફેંકી દઇએ છીએ તે ખરેખર આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડી શકે છે. તમે લસણ અને ડુંગળીની છાલથી (Onion Peel Benefits) ચા બનાવીને પી શકો છો. તમને જણાવી દઇએ કે લસણ એન્ટીઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેની છાલમાં વિટામિન એ, વિટામિન ઇ અને ફ્લેવેનોઇડ્સ જેવા ગુણ હોય છે. તો ચાલો જાણીએ કે લસણ અને ડુંગળીની છાલ (Garlic Peel Benefits) ના શું છે ફાયદા.ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

લસણ અને ડુંગળીની છાલના ફાયદા

સ્ટ્રેસ

સ્ટ્રેસ આજના સમયની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. આજની દોડધામ ભરી જિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન નથી રાખી શકતાં, જેના કારણે તે સ્ટ્રેસ જેવી સમસ્યાનો શિકાર બની જાય છે. સ્ટ્રેસની સમસ્યા ઓછી કરવા માટે તમે લસણ ડુંગળીના ફોતરાંમાંથી બનેલી ચાનું સેવન કરી શકો છો.ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

ઇન્ફ્કેશન

ઠંડીની સીઝનમાં ઇન્ફેક્શનનું જોખમ ઘણુ વધી જાય છે, તેવામાં જો તમે તેનાથી બચવા માંગતા હોય તો લસણ-ડુંગળીના ફોતરાંના પાણીથી સ્નાન કરી શકો છો.

માથાનો દુખાવો

માંસપેશિઓના દુખાવાને ઓછો કરવામાં લસણ અને ડુંગળીના ફોતરા મદદરૂપ છે. લસણ અને ડુંગળીના ફોતરાંમાંથી બનેલા ઉકાળાનું સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે.

વાળ માટે

વાળને હેલ્ધી રાખવા માટે તમે લસણ-ડુંગળીના ફોતરાંના પાણીથી વાળ ધોઇ શકો છો. તેનાથી વાળમાંથી ખોડો ગાયબ થઇ જાય છે અને વાળ મજબૂત બને છે.

સ્કિન માટે ફાયદાકારક

સ્કિનને હેલ્ધી રાખવા માટે લસણ અને ડુંગળીના ફોતરાંનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે લસણ અને ડુંગળીના ફોતરાંમાંથી તૈયાર કરેલું પાણી ચહેરા પર લગાવો. આનાથી ઘણો ફાયદો થશે.

ખાતર તરીકે ઉપયોગ કરો

ડુંગળી અને લસણના ફોતરાંનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે, ડુંગળી અને લસણની છાલને થોડા દિવસો સુધી જમા કરીને રાખો. આ પછી, જ્યારે તેમાંથી સડવાની દુર્ગંધ આવવા લાગે, ત્યારે તેને માટીમાં ભેળવીને છોડ વાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM મોદીએ લોકડાઉન વિશે શું કહ્યું:-દેશમાં સોમવારથી 18 દિવસનું સંપૂર્ણ લોકડાઉન..?

Abhayam

કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા મળી

Vivek Radadiya

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કેટલી સંપત્તિ?

Vivek Radadiya