રાજ્યમાં ઘણા ગામડાઓમાં શાળાઓ જર્જરિત હાલતમાં છે. જર્જરિત શાળાઓ થઇ ગઈ હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળાના ગ્રાઉન્ડમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તો શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકોને ખુલ્લા મેદાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના છોટાઉદેપુર જિલ્લાની એક શાળાની હતી.
ત્યારે આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ આ બાબતે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા ત્યારે શિક્ષણમંત્રીના આ નિવેદનને હાઈકોર્ટે શરમજનક ગણાવ્યું છે.
સમગ્ર મામલે સરકારને નોટીસ આપીને શિક્ષણ વિભાગના એડીશનલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના અધિકારીને કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે.
હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે એક અંગેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલની નોંધ લીધી છે. આ અહેવાલમાં બાળકોને ખુલ્લા મેદાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતે હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે શાળાની તૂટેલી બિલ્ડીંગના કારણે બાળકોને શિયાળાની ઠંડીમાં ખુલ્લામાં ભણવા માટે મજબૂત કરાય તે ચલાવી લેવાય નહીં.
આ બાળકોની પાસે ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડા પણ નથી. હાઈકોર્ટે નોંધવામાં આવ્યું હતું કે, વર્ષ 2020 વરસાદ થવાથી શાળાનું બાંધકામ તૂટી ગયું હતું.
તેથી આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઅતો પણ કરવામાં આવી પણ તેમના દ્વારા કોઈ પગલાં લેવાયા નહીં. તેથી આ બાબતે રાજ્ય સરકાર અને કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી સામે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટ દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ બાબતે આપવામાં આવેલા નિવેદને આઘાતજનક તેમજ વિચલિત કરનારું ગણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર 16 ડીસેમ્બરના રોજ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વર્ચ્યુલ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા.
ત્યારે પત્રકારોએ છોટાઉદેપુરની વાગલવાડા ગામની શાળાની બહાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા બાબતે પૂછ્યું હતું. ત્યારે આ બાબતે શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, જ્યાં-જ્યાં શાળાના ઓરડાની માગણી થઇ છે ત્યાં કાર્યવાહી થઇ રહી છે.
કેટલીક વખત શિયાળામાં બાળકોને ખુલ્લામાં બેસાડવામાં આવે છે. પણ રાજ્ય સરકાર દ્વારા જ્યાં બેસવાની જગ્યા નથી ત્યાં બેસવાની અને ઓરડા નથી ત્યાં ઓરડાની વ્યવસ્થા કરી છે. હું ભણતો હતો ત્યારે ખુલ્લામાં વિદ્યાર્થી તરીકે બેસાડતા હોય છે એટલે આ મુદ્દાને અલગ રીતે લેવાની આવશ્યકતા નથી.
તો બીજી તરફ આ મુદ્દાને ગંભીરતાથી લઇને હાઈકોર્ટ દ્વારા 6 મહિનાના સમયમાં શાળા બનાવવા માટે વચગાળાનો હુકમ કર્યો છે. ઓ બીજી તરફ આગામી મુદ્દતમાં શિક્ષણ વિભાગના એડીશનલ સેક્રેટરીથી ઉપરના અધિકારીએ કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ આપવાની પણ ટકોર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
2 comments
Comments are closed.