Abhayam News
Abhayam News

જાણો:-આરોપીઓે માત્ર આટલા ₹માં LRD – PSI ભરતીનું કૌભાંડ કર્યુ…

સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ પર ચાલતી એલઆરડી અને પીએસઆઈ ભરતીની શારીરિક પરીક્ષામાં ગેરરીતિનાંમામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં શહેરનાં એ ડિવિઝન પોલીસે ઉમેદવારોનાં પરીક્ષાનાં કોલ લેટરમાં છેડછાડ કરનાર છ આરોપીઓનાં રિમાન્ડ પૂર્ણ થયાં બાદ જેલ હવાલે કરવામાં આવ્યાં છે…

ગુજરાતભરમાં પીએસઆઇ અને લોકરક્ષક એલઆરડી ભરતી માટે શારીરિક કસોટી લેવાઈ હતી. જેમાં શારીરિક કસોટી માટેનાં કોલ લેટરમાં છેડછાડ કરનારા ૫ ઉમેદવારો વિરુધ ગુનોં નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે ખુદ ભરતી બોર્ડનાં અધ્યક્ષ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

કોલલેટરના સમયમાં છેડછાડ કરી ફેરફાર કરી સુરેન્દ્રનગર મેદાન પર શારીરિક કસોટી આપવા આવનાર પાંચ ઉમેદવારો વિરુધ્ધ ગુનોં દાખલ કરવામા આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં મદદગારી કરનાર વ્યક્તિ ફોટોગ્રાફી વ્યવસાય કરતો હોવાનું અને તેને ૧૦ રુપિયામાં જે કોલ લેટરમાં છેડછાડ કર્યા હોવાનું ખુલાસો થયો છે.

પ્રાઈવેટ સેકટરની વધતી જતી લોકપ્રિયતા છતાં પણ યુવાઓની પ્રથમ પસંદ સરકારી નોકરી જ છે.

સરકારી નોકરી માટે ઉમેદવારો રાતદિવસ એક કરીને મહેનત કરે છે અને સફળ થવા માટે માટે શકય હોય તેટલાં પ્રયત્નો કરે છે. યુવાનો સરકારી નોકરી મેળવવા માટે ગમે તે હદ વટાવી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ ફટાફટ:-એક માતાએ પોતાની છ મહિનાની દીકરીનું માથું ધડથી અલગ કરી નાખ્યું…

Abhayam

ફરી એક વખત હાઇકોર્ટ સામે રૂપાણી સરકાર મૌન…

Abhayam

રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત…

Abhayam

Leave a Comment