Abhayam News
AbhayamNews

ગુજરાતની આ કેમિકલ કંપનીમાં વિસ્ફોટ , આટલા નાં મોત…

પંચમહાલના ધોધબા તાલુકાના રણજીત નગર નજીકની ગુજરાત ફલોરો કેમિકલ કંપનીના MPP પ્લાન્ટ-૨માં રીએક્ટરમાં સવારે પ્રચંડ ધડાકો થયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં પાંચ કામદારોના મોત થયા છે.

ધડાકાથી ફાટી નીકળેલી આગમાં પ્લાન્ટમાં કામ કરતાં પાંચ કામદારોનુઓ સ્થળ પર કમકમાટીભર્યા મોત થયાં હતાં.

પ્લાન્ટમાંથી દુર્ઘટના બાદ ત્રણ મૃતદેહ બહાર કઢાયા બાદ ગાંધીનગર થી દોડી આવેલી ટીમ સાથે સ્થાનિક ગ્રામજનોએ સાંજના સમયે ત્રીજા અને ચોથા માળેથી અને બે મૃતદેહો બહાર કાઢ્યા હતા.

૯ જણાને ગંભીર અને ૧૫ ને સામાન્ય ઈજાઓ થઈ જ્યારે ત્રણ કામદારો આપતા હોવાનું જાણવા મળ્યું છે.ધડાકો એટલો ભયંકર હતો કે જેનો અવાજ ૧૫ કિ.મી સુધીની ત્રિજયામાં સંભળાયો હતો.

કડાકાને પગલે કંપનીના કિચન સહિત આસપાસના અન્ય બિલ્ડિંગોના બારી બારણાના કાચ તૂટી ગયા હતા.

પ્લાન્ટના લોખંડના શેડ અને એંગ્લો હવામાન દૂર સુધી ફંગોળાઇ હતી. એક તબક્કે તો જમીન ધ્રુજી જાય તેવા ભયંકર અવાજ ને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં બેફામ પ્રદૂષણ ફેલાવતી કેમિકલ કંપનીઓ સહિતના અૌધોગિક એકમોને પાપે હવા પાણી અને જમીનના પ્રદૂષણને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કડક કાર્યવાહીના અભાવે પ્રદુષણ ફેલાવતી કંપનીઓ અને ઉદ્યોગો બેફામ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

“આપ” ના કોર્પોરેટરનો સનસનીખેજ ખુલાસો ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી ઓફર.

Abhayam

વરાછામાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી વિજ્ઞાન કૉલેજ શરૃ કરવા લીલીઝંડી…

Abhayam

IND vs AUS::ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ મોડી શરુ થશે ભીના મેદાનના કારણે વિલંબ

Archita Kakadiya

1 comment

Comments are closed.