Abhayam News
AbhayamGujaratLife StyleNews

આ હોસ્પિટલમા હાર્ટ પેશન્ટની નિ:શુલ્ક સારવાર

Free treatment of heart patients in this hospital

આ હોસ્પિટલમા હાર્ટ પેશન્ટની નિ:શુલ્ક સારવાર અમદાવાદમાં આવેલી એક હોસ્પિટલમાં ફ્રીમાં હાર્ટ સર્જરી કરી આપવામાં આવે છે. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 4 હજારથી વધુ બાળકોની હાર્ટ સર્જરી કરી આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા નવા 10 ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યા છે.

દિલ વિધાઉટ બિલ તરીકે ઓળખાતી અમદાવાદની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના પાંચ વર્ષ પૂરા થયા છે. હોસ્પિટલના 5 વર્ષ પૂર્ણ થતા સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા નવા 10 ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે. આનાથી અનેક હાર્ટના દર્દીઓના ઓપરેશન નિ:શુલ્ક કરી દર્દીઓને નવજીવન આપવામાં આવશે.

આ હોસ્પિટલમા હાર્ટ પેશન્ટની નિ:શુલ્ક સારવાર

દસક્રોઈ તાલુકામાં સરખેજ-ધોળકા હાઈવે નજીક વિશ્વકર્મા મંદિરની સામે કાશીન્દ્રા ગામ ખાતે શ્રી સત્ય સાંઈ હોસ્પિટલ આવેલી છે. જે અત્યાધુનિક સુવિધાથી સજ્જ બનાવવામાં આવી છે. હોસ્પિટલના 5 વર્ષ પૂર્ણ થતા તેમાં વધુ 10 ઓપરેશન થિયેટર બનાવી હાર્ટના દર્દીઓના ઓપરેશન કરવામાં આવશે. જેનો ફાયદો ગુજરાત અને ગુજરાત બહારના દર્દીઓને મળશે.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા 310 બેડ, 4 ઓપરેશન થિયેટર, 4 આઈસીયુ અને કેથ લેબ જેવી સુવિધા પણ ધરાવે છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલ દ્વારા 10 લાખથી વધુ દર્દીઓની ઓપીડીમાં સારવાર અને 23 હજારથી વધુ હૃદયરોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

ભારતની આ એકમાત્ર એવી હોસ્પિટલ છે.જ્યા સમાજના જરૂરિયાતમંદ લોકોને હાર્ટના ઓપરેશન વિના મુલ્યે કરી આપવામાં આવે છે. આથી તેને દિલ વિધાઉટ બિલ તરીકે પણ ઓળખાય છે. આ સાથે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ સહિત ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદયરોગની ચેરીટેબલ હોસ્પિટલ છે

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, સેવાનું સત્ય સ્વરૂપ એટલે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ છે. હાલમાં જ આ હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ શુભ પ્રસંગે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા નવા 10 ઓપરેશન થિયેટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 6 અમદાવાદ ખાતે અને 4 રાજકોટ ખાતે ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે. આ 5 વર્ષમાં અમદાવાદની હોસ્પિટલે 4000 જેટલા નાના બાળકોની હાર્ટની સર્જરી કરી તેમને નવી જિંદગી આપી છે.

અહીં મોંઘા અને મોટા હાર્ટ રોગના દર્દીઓના ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવશે. આ હોસ્પિટલ દ્વારા દેશના લગભગ 60 ટકા જેટલા રાજ્યો સાથે કરાર કરવામાં આવ્યા છે. અહીં બાળકોથી લઈને પુખ્ત વયના લોકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેમાં 35 હજારથી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

‘ગુજરાત સરકાર પાસે 25 વર્ષનો રોડમેપ તૈયાર છે’

Vivek Radadiya

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Vivek Radadiya

કોરોના પોઝીટીવ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર સરકારને ઝાટકી, કરી મહત્વની ટિપ્પણી

Kuldip Sheldaiya