Abhayam News
AbhayamNews

ગુજરાતમાં જુલાઈની આ તારીખથી શાળા,કોલેજો શરૂ થશે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. . ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યૂશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શું તમે જાણો છો કે તમે મોબાઇલમાં જે સિમ કાર્ડ યુઝ કરો છો એનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ?

Vivek Radadiya

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

Abhayam

સી આર પાટીલ અને હર્ષ સંઘવી જશે જેલમાં? હાઈકોર્ટમાં થઇ ડ્રગ્સ કાયદાના ભંગની અરજી- જાણો કોણે કરી ફરિયાદ….

Kuldip Sheldaiya