Abhayam News
AbhayamNews

ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી આફ્રિકન ટોળકી ઝડપાઇ…

ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી આફ્રિકન ટોળકી ઝડપાઇ, ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ છે ગેંગનો મુખ્ય સૂત્રધાર..

વડોદરા પોલીસની સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે વિશ્વનાં જુદાં જુદાં દેશોમાં રહીને ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી એવી આફ્રિકન ટોળકીને ઝડપી છે, જે અનેક દેશોમાં રહીને ત્યાંનાં નાગરિકોને કરોડોનો ચુનો ચોપડી ચૂકી છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર ગાઝા પોતે ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ છે ત્યારે આ ગેંગ કેવી રીતે દુનિયાભરના નાગરિકોને પોતાનો શિકાર બનાવતી હતી તેનો ખાસ રિપોર્ટ જોઈએ.

વડોદરા પોલીસની સાયબર ક્રાઇમની ટીમે ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી આફ્રીકન ટોળકીના 5 સાગરીતોને દબોચી લીધાં..

વડોદરા પોલીસની ગિરફ્તમાં આવેલા પાંચ આફ્રિકનો વાસ્તવમાં ઓનલાઇન ચિટિંગના મહાઠગ છે. એવાં મહાઠગ કે જેઓ સોશિયલ મીડિયાના યુગમાં લોભામણી લાલચો આપી લોકો સાથે લાખોની છેતરપિંડી કરે છે. વડોદરાનાં એક વેપારીને આફ્રીકન ટોળકી દ્વારા ટાર્ગેટ કરી વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી 19 લાખ રૂપિયા ઉપરાંતની રકમ જુદા-જુદા બહાના બતાવી પડાવી લીધી હતી. જોકે વેપારીએ છેતરાયા હોવાની જાણ થતાં તેમણે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જેથી આ અંગે પોલીસે ગુનો નોંધી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી આફ્રીકન ટોળકીના 5 સાગરીતોને દબોચી લીધાં છે.

પોલીસે તમામ કાનુની પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણ આફ્રીકનના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ કરતા ગેંગના અન્ય બે સાગરીતોને પણ પકડી લેવામાં આવ્યાં હતા. આ આફ્રીકન ગેંગ સ્ક્રેપ, ગોલ્ડ, ડાયમંડ, ઓઇલ, મોંઘી મેડિસીન વગેરે મોંઘી વસ્તુ વેચાણ કરવા માટે બનવાટી વિદેશી કંપનીઓ ઉભી કરે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર BENJAMIN KOUAKOU NDRI ઉર્ફ ગાઝા પોતે ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ છે. તે દેશ વિદેશમાં ફૂટબોલ પ્લેયરોને ટ્રેનિંગ આપવાના બહાને પોતાનું નેટવર્ક ઉભું કરતો હતો. ત્યારે આ ઇન્ટરનેશનલ ટોળકી સાથે અન્ય સાગરીતો પણ સંડોવાયેલા હોવાની આશંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરનાં લક્ષ્મીપુરા ગોત્રી રોડ પર રહેતા રાજેશકુમાર જ્યંતિલાલ પટેલને ગત ઓકટોબર 2020ના રોજ વોટ્સએપ અને જુદી જુદી ઇ-મેઇલ આઇ.ડીથી સંપર્ક કરી CPU પ્રોસેસર સ્ક્રેપ વેચવાના બહાને તથા સ્ક્રેપનાં ઇન્સ્યોરન્સ કરાવવા તેમજ લોજીસ્ટીક કંપની સાથે થયેલા સેટલમેન્ટના કોડેડ USD જોલર ક્લીન કરાવવા, કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરવાનુ કહી અલગ અલગ બહાને ટુકેડે ટુકડે 19,35,002 રૂપિયા ઓનલાઇન IMPS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. 19 લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી લીધા બાદ પણ વેપારીને ના તો સીપીયુ પ્રોસેસરનો સ્ક્રેપ મળ્યો કે ના તો તેમણે ચુકવેલી રકમ પરત મળી. જેથી રાજેશ પટેલે આ મામલે આખરે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસે તેમની આ મામલે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ટોળકી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી હોવાનુ બહાર આવ્યું હતું. જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોંચી હતી અને તપાસ દરમિયાન આફ્રીકન ગેંગના 3 સાગરીતોને દબોચી લેવામાં આવ્યાં હતા.

”આવી રીતે કરતા ચિટિંગ”

મોંઘી વસ્તુઓ મોટા જથ્થામાં ઓછા ભાવે વેચવાનું કહી 50 ટકા એડવાન્સ પેમેન્ટ લે છે…


આફ્રીકન ગેંગ મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજીસ્ટીક કંપની ઉભી કરે છે. અને તે કંપનીની પેમેન્ટ આપવાના બહાને ટાર્ગેટ કરેલી વ્યક્તિ પાસેથી એડવાન્સ પેમેન્ટ વસુલે છે….


મોંઘી વસ્તુઓને લોજીસ્ટીક કંપની દ્વારા મોકલવા માટે 100 ટકા રીફન્ડેબલ ઇન્સ્યોરન્સ કરવાના બહાને રૂપિયા પડાવે છે….


મોંઘી વસ્તુઓ શિપિંગ કંપનીઓ દ્વારા ખોવાઇ ગઇ છે તેમ જણાવી તમને 1.5 મિલિયન ડોલર ઇન્સ્યોરન્સ મળ્યો છે તેવો વિશ્વાસ અપાવવા ડોલર ભરેલી બેગને વીડિયો કોલથી બતાવે છે…..


ડોલર ઇમીગ્રેશનમાં પકડાય નહીં તે માટે બ્લેક કલરથી કોડેડ કરવામાં આવે છે અને તેનો પણ વીડિયો બતાવવામાં આવે છે…..


આફ્રીકન ગેંગ દ્વારા ટાર્ગેટ કરેલી વ્યક્તિને દિલ્હી બોલાવી પોશ હોટલમાં રોકાવી ડીકોડ કરવાનો ડેમો બતાવી રૂપિયા પડાવવામાં આવે છે…

આફ્રીકન ગેંગ એવો વિશ્વાસ પણ અપાવે છે કે પુરે પુરી રકમ તેઓના સરનામે મોકલી દેવામાં આવશે…

કોડેડ ડોલર એજન્ટ પહોંચાડવા જાય ત્યારે પકડાઇ ગયો હોવાનુ કહીં કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ માટે મોટી રકમ આપવી પડશે કહીં રૂપિયા પડાવવામાં આવે છે.

ટાર્ગેટ કરેલી વ્યક્તિ જ્યાં સુધી કંગાળ ન થાય ત્યાં સુધી આફ્રીકન ગેંગ રૂપિયા પડાવ્યાં જ કરે છે…


આફ્રીકન ગેંગ ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરવા માટે ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરનો ઉપ્યોગ કરે છે….


ટાર્ગેટ કરેલી વ્યક્તિને આફ્રીકન ગેંગ કંપનીના બનવાટી દસ્તાવેજો પણ વિશ્વાસ અપાવવા મોકલી આપે છે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારતે રચ્યો વધુ એક ઈતિહાસ

Vivek Radadiya

સહારા રોકાણકારોના નાણાં પર આવ્યું નવું અપડેટ

Vivek Radadiya

ગૂગલ લાવી રહ્યું છે આ ટેકનોલૉજી

Vivek Radadiya