Abhayam News
AbhayamGujarat

રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે

Scenes like Shimla-Manali came to the fore in Rajkot

રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે Rajkot Heavy Rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન રાજકોટમાં તો જાણે હિલસ્ટેશન જેવો માહોલ બન્યો છે. વિગતો મુજબ રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ ઉપર બરફના ચાદર પથરાઈ ગઈ છે. જેને લઈ અહીં શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકતા જોવા મળ્યા હતા. 

Scenes like Shimla-Manali came to the fore in Rajkot

રાજકોટના માલિયાસણના બ્રિજ ઉપર કરા સાથે વરસાદ બાદ બરફની ચાદર છવાઈ ગઈ છે. અહીં હિલસ્ટેશન જેવો માહોલ બનતા લોકો પણ પ્રકૃતિનો આનંદમાણવા માલિયાસણના બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર પહોંચી લોકો એક બીજા પર બરફના ગોળા બનાવી ફેંકીને આનંદ માણી રહ્યા હતા. બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો બન્યા હતા. 

રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે

Scenes like Shimla-Manali came to the fore in Rajkot

રાજકોટ-મોરબીમાં કરા પડ્યા 
રાજકોટના માલિયાસણમાં કરાનો વરસાદ થયો છે. વિગતો મુજબ માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તરફ સ્થાનિકો પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા બ્રિજ પર પહોંચ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વાંકાનેર શહેરના આસપાસના વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે. મહત્વનું છેકે, પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો મૂંઝાયા છે. 

Scenes like Shimla-Manali came to the fore in Rajkot

રાજકોટ શહેરમાં સાથે ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ જિલ્લાના ગોંડલ શાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પદુઓ છે. આ સાથે ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જોકે હવે ભારે વરસાદ બાદ પંથકમાં જીરું, ચણા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

GPSC વર્ગ ૧-૨ની પરીક્ષાનું નવું રિઝલ્ટ જાહેર :આટલા ઉમેદવાર થયા પાસ..

Abhayam

પેલોડ સૂટ (SUIT)એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી

Vivek Radadiya

શું ભારતમાં ઈચ્છામૃત્યુ શક્ય છે ? જાણો કાયદો અને ઈતિહાસ

Vivek Radadiya