Abhayam News
AbhayamNews

મોરબીમાં યુવકને માર મારવાનો મામલો

A case of beating a youth in Morbi

મોરબીમાં યુવકને માર મારવાનો મામલો મોરબીમાં યુવકને માર મારવા મામલે આરોપીઓ દ્વારા સ્પેશ્યલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. કોર્ટ દ્વારા રાણીબા સહિત તમામ 5 આરોપીઓનાં આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેતા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે. 

A case of beating a youth in Morbi

પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી
મોરબીમાં યુવાનને માર માર મારવા મામલે પોલીસ દ્વારા આરોપી વિભૂતિ પટેલ અને તેના ભાઈ સહિતની ગેંગને પકડવા પોલીસ દ્વારા રવાપર ચોકડી પર આવેલી ઓફીસ સહિતની જગ્યાઓએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડી.વાય.એસ.પી સહિતનાં અધિકારીઓની જુદી જુદી  3 ટીમો બનાવી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

A case of beating a youth in Morbi

ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા ખાતે ગાઢ સબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું
મોરબીમાં પગારને લઈને યુવક નિલેશને માર મારવા મામલે રાણીબાનું મોરબી ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા ખાતે ગાઢ સબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ અનેક કાર્યક્રમમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક મેચ પર સાથે રહ્યાનાં ફોટા પણ વાયરલ થયા હતા. વિભૂતિ પટેલ પર નિલેશને માર મારવોનો આરોપ છે. 

શું હતો સમગ્ર મામલો
સોશિયલ મીડિયામાં રાણીબાના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે.  તેવી જાહેરાત જોઈ હતી. જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું.

મોરબીમાં યુવકને માર મારવાનો મામલો

A case of beating a youth in Morbi

જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતો. અને જો કે, ઓફિસના કર્મચારીનો દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે. જેથી કરીને તા. 6 નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફરિયાદીએ ફોન કર્યો હતો. ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી. અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા.

ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી

Vivek Radadiya

આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી 

Vivek Radadiya

સ્વાહા શબ્દનો શું છે અર્થ?

Vivek Radadiya