Abhayam News
AbhayamNews

GPSC વર્ગ ૧-૨ની પરીક્ષાનું નવું રિઝલ્ટ જાહેર :આટલા ઉમેદવાર થયા પાસ..

GPSC દ્વારા કલાસ ૧-૨ની પ્રિલિમ પરીક્ષાના ગત મહિને જાહેર કરાયેલા પરિણામ બાદ ફાઈનલ આન્સર કીને લઈને ઉમેદવારોની ફરિયાદો થઈ હતી અને અંતે કેટલાક પ્રશ્નોના જવાબ વિકલ્પ-જવાબો ખોટા હોવાનુ સાબીત થતા અંતે જીપીએસઈએ નવુ પરિણામ જાહેર કરવુ પડયુ છે.જેમાં નવા ૬૪૫ ઉમેદવાર ક્વોલિફાઈ થયા છે.જીપીએસસી જેવી આટલી મહત્વની પરીક્ષામા આ રીતે વેરિફિકેશન વગર આન્સર કી જાહેર કરી પરિણામ તૈયાર કરી દેવાય તે ગંભીર બાબત કહેવાય અને આ મુદ્દે મોટો વિવાદ પણ થયો છે.

જેને પગલે નવી આન્સર કી તૈયાર કરતા અને ફરીથી પરિણામ તૈયાર કરતા હવે કુલ ૬૭૯૭ ઉમેદવારોને ક્વોલિફાઈ કરવા પડયા છે ઉપરાંત તમામ કેટગેરીમાં નવા કટ ઓફ માર્કસ જાહેર કરવા પડયા છે. કુલ ૨૨૪ જગ્યાઓમાં નાયબ કલેકટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫ જગ્યા, જિલ્લા નાયબ રજિસ્ટ્રારની ૩, ડીવાયએસની ૨૦, નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ વિભાગની ૧ અને સહાયક રાજ્યવેરા કમિશરની કુલ ૪૨ જગ્યાઓ છે.

GPSC દ્વારા કલાસ ૧ અને ૨ની ૨૨૪ જગ્યા માટેની ૨૦૨૦-૨૧ની ભરતી અંતર્ગત ૨૧મી માર્ચે પ્રિલિમ લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેનું ૨૯મી મેના રોજ પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ. જેમાં ૬૧૫૨ ઉમેદવારો ક્વોલિફાઈ થયા હતા. ઈડબલ્યુએસ કેટેગરીને લીધે પહેલેથી ઓપન અને અનામત કેટેગરીમાં કટ ઓફ માર્કસ ઘટાડી કોમન કરવામા આવતા અને કુલ જગ્યાના ૧૫ ગણા ઉમેદવારને બદલે ૨૮ ગણા ઉમેદવારો ક્વોલીફાઈ કરવા પડયા હતા ત્યારે હવે જીપીએસઈએ કેટલાક પ્રશ્નોના જવાબોમાં છબરડાને પગલે નવુ પરિણામ જાહેર કરવુ પડયુ છે અને વધુ ૬૪૫ ઉમેદવારો મેઈન પરીક્ષા માટે કવોલિફાઈ થયા છે. જેઓ હવે ૩૦મી જુન સુધી મેઈન પરીક્ષા માટે એપ્લિકેશન કરી શકશે.

GPSC દ્વારા ૨૪મી મેના રોજ જાહેર કરાયેલી ફાઈનલ આન્સર કીમાં કેટલાક પ્રશ્નોના જવાબો ખોટા હોવાની અને ઓપ્શન જુદા હોવાની ફરિયાદો ઉમેદવારોએ કરતા ફાઈનલ આન્સર કી ચેલેન્જ થઈ હતી.ત્યારબાદ આયોગે એક્સપર્ટસ પાસે વેરિફિકેશન કરાવતા કેટલાક પ્રશ્નોના જવાબો સરકારી રેકોર્ડ પ્રમાણે અલગ આવતા હોવાનુ અને ઓપ્શન અલગ હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

વર્ગ -૧ની ૮૧ જગ્યાઓ છે અને સેકશન અધિકારીની ૯, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની ૭ અને રાજય વેરા અધિકારીની ૭૪ જગ્યા તથા જિલ્લા નિરક્ષક જમીન દફતરની ૨૫ અને સરકારી શ્રમ અધિકારીની ૨૫ જગ્યા સહિત વર્ગ -૨ની ૧૪૩ જગ્યાઓ છે. પ્રિલિમ બાદ હવે ૧૯,૨૧ એન ૨૩ જુલાઈના રોજ મુખ્ય લેખિત પરીક્ષા લેવામા આવશે. મુખ્ય પરિક્ષાનું પરિણામ નવેમ્બર ૨૦૨૧માં જાહેર થશે અને કુલ જગ્યાની સામે ત્રણ ગણા ઉમેદવારોને ઈન્ટરવ્યુમા બોલાવાશે. આખરી પરિણામ ૩૧ ડિસેમ્બર પહેલા જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

Abhayam

આ કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે

Vivek Radadiya

UIDAIએ કહ્યું PVC કાર્ડ બનાવવું ફરજીયાત નથી, આધાર કાર્ડના માટે તમામ ફોર્મેટ માન્ય

Abhayam