Abhayam News
AbhayamNews

નિયમો માત્ર પ્રજા માટે જ / ACP સાહેબ ક્યાં ગયો કાયદો..

કોરોનાકાળમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જાહેરમાં હજુ પણ કોઇ પણ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી કરનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ માસ્ક વિના ફરનારા લોકોને પણ પોલીસ દંડ ફટકારી રહી છે.

પ્રજાનું રક્ષણ કરનારા જ કાયદો તોડશે તો ઓ કેટલી હદે યોગ્ય કહેવાશે. આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જેમાં ACP કક્ષાના અધિકારીઓ દ્વારા જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરાતા ભારે વિવાદ સર્જાયો છે.

સુરતમાં ACP કક્ષાના અધિકારીઓએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા ભારે વિવાદ સર્જાયો છે. ટ્રાફિક પોલીસના ACP અશોકસિંહ ચૌહાણએ દિલ્લી ગેટ વિસ્તારમાં જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. એ દરમ્યાન તેમણે પોલીસ કમિશનરના જાહેરનામાં તેમજ કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવ્યાં હતાં.

શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવાં છતાં ટ્રાફિક પોલીસના ACP જ જાણે કે ભાન ભૂલી ગયા હોય તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. ACP સાથે ઉજવણીમાં જોડાયેલા અન્ય લોકો પણ માસ્ક વગર જોવા મળ્યાં હતાં. લોકોને કાયદાનો પાઠ ભણાવતી પોલીસ જ કાયદાની ઐસીતૈસી કરતી જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા

Vivek Radadiya

સુરત:- આ વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીના મોબાઈલ ચોરી કરતો…

Abhayam

માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી

Vivek Radadiya

24 comments

Comments are closed.