Abhayam News
AbhayamGujaratTechnology

RBIએ વધારી ટ્રાન્ઝેક્શન લિમિટ

RBI has increased the transaction limit

RBIએ વધારી ટ્રાન્ઝેક્શન લિમિટ RBIએ હેલ્થ કેયર અને એજ્યુકેશન માટે UPIના ઉપયોગ બાબતે રાહત આપી છે. RBIએ UPI લિમિટ વધારી છે. હેલ્થ કેયર અને એજ્યુકેશન પેમેન્ટ માટે UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. અન્ય ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ 1 લાખ રૂપિયા જ રહેશે. 

RBI has increased the transaction limit

RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય નીતિની બેઠક દરમિયાન UPI લિમિટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને કેડિટ કાર્ડની પુનર્ચૂકવણી માટે ઓનલાઈનલ લેવડદેવડ માટેની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શનએ 15 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. જેથી UPIનો વધુ ઉપયોગ કરવામાં આવશે. 

UPI કેવી રીતે કામ કરે છે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઈન્ડિયાએ UPI લોન્ચ કર્યું છે, જેની મદદથી સરળતાથી નાણાંકીય લેવડદેવડ થઈ શકે છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કોઈપણ UPI એપ્લિકેશનથી આઈડી બનાવી શકાય છે અને સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. UPI આઈડીથી કોઈપણ ક્યૂઆર કોડ, મોબાઈલ નંબર, બેન્ક નંબર અને UPI આઈડી પર કોઈપણ સમયે પેમેન્ટ કરી શકાય છે. 

RBI has increased the transaction limit

દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી. 

લોનના હપ્તામાં કોઈ જ રાહત નહિ 

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે.

RBI has increased the transaction limit

મોંઘવારી દર 5.40 ટકા રહેશે

શક્તિકાંત દાસે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024માં દેશમાં છૂટક મોંઘવારી દર માત્ર 5.40 ટકા રહેશે. ઓગસ્ટ 2023માં આરબીઆઈએ ફુગાવાના દરનો અંદાજ ઘટાડીને 5.40 ટકા કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કાચા તેલની કિંમતોમાં પણ વધઘટ જોવા મળી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સૌરાષ્ટ્રનો ત્રીજા ભાગનો વિસ્તાર એશિયાટિક સિંહનું અભયારણ્ય બનશે

Vivek Radadiya

જાણો ગુજરાતનું કયું કાપડ માર્કેટ રહેશે ૧૨ મેં સુધી સંપૂર્ણ બંધ…

Abhayam

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી DyCM મનીષ સીસોદીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા..

Abhayam

1 comment

Comments are closed.