Abhayam News
AbhayamNews

જર્મની બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી 45 મીનિટ વાતચીત..

અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે વાતચીત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 45 મિનિટ સુધી વાતચીત કરી છે.

જાણકારી અનુસાર, બંને નેતાઓએ આ દરમિયાન અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને બંને દેશના સહયોગને લઈને ચર્ચા કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ અફઘાનિસ્તાનના મુદ્દે વાત કરી હતી. આ તમામ દેશ આ સમયે અફઘાનિસ્તાનમાં જારી સંકટ પર નજર રાખી રહ્યા હતા. સાથે જ કાબુલ એરપોર્ટથી જારી રેસ્ક્યુ ઓપરેશનને લઈને પણ તમામ દેશો વચ્ચે સહયોગ જારી છે.

તાલિબાન દ્વારા સતત દુનિયાને અપીલ કરવામાં આવી રહી છે કે તેમને માન્યતા આપવામાં આવે સાથે જ તાલિબાને તમામ દેશોને પોતાની એમ્બેસીને ચાલુ રાખવાની અપીલ કરી છે. જોકે મોટાભાગના દેશ પોતાની એમ્બેસીને ખાલી કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમદાવાદમાં કોર્પોરેશન આ કારણે હવે 15 પ્લોટની હરાજી નહીં કરે ..

Abhayam

હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને લેટર લખી આ સવાલો કર્યા અને આ માંગણી કરી..

Abhayam

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

Abhayam

Leave a Comment