વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના નેતા બની ગયા છે. આ રેટિંગ 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના ડેટાના આધારે બહાર પાડવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામંજૂર રેટિંગ પણ અન્ય નેતાઓ કરતાં ઓછું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચના સ્થાન પર છે. PM 76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના 22 લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે.
દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના નામ પણ સામેલ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે મોર્નિંગ કન્સલ્ટના રેટિંગમાં પીએમ મોદી પછી બીજા ક્રમે છે.
સપ્ટેમ્બરમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા ટોચ પર હતી
તમને જણાવી દઈએ કે આ રેટિંગમાં ન તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું નામ છે અને ન તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ ટોપ 7માં છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા ટોચ પર હતી. ત્યારે પણ સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ બીજા સ્થાને હતા. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાતમા સ્થાને હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદીને 2023માં સતત ત્રીજા વર્ષે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સર્વે અમેરિકન કંપની ધ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટને 58 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને ચોથા નંબર પર 49 ટકા રેટિંગ મળ્યું છે. પાંચમા નંબરે 47 ટકા રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ છે.
કોને કેટલું રેટિંગ મળ્યું ?
ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકર ( Global Leader Approval Rating Tracker) માં છઠ્ઠા નંબરે ઈટલીના પીએમ જિયોર્જિયા મેલોની (Giorgia Meloni) 41 ટકા સાથે છે. સાતમા સ્થાન પર રહેલા બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાંડર ડી ક્રૂને 37 ટકા રેટિંગ મળ્યું છે. આઠમાં નંબરે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને નવમા નંબરે આવેલા સ્પેનના પેડ્રો સાંચેઝને પણ 37 ટકા રેટિંગ મળ્યું છે.
રેટિંગમાં આઇરિશ વડાપ્રધાન લીઓ વરાડકર 36 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે દસમા સ્થાને છે. વરાડકર પછી સ્વીડનના ઉલ્ફ ક્રિસ્ટરસન અને પછી પોલેન્ડના માર્સિકિવીઝ છે. ત્યારબાદ 13મા નંબરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 31 ટકા રેટિંગ મળ્યું છે. આ સિવાય બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક 17માં નંબર પર છે અને તેમને 25 ટકા રેટિંગ મળ્યું છે.
PM મોદી 76 ટકા રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોર સર્વેમાં બીજા સ્થાને રહ્યા છે, જેમને 66 ટકા રેટિંગ મળ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેન 37 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 8મા સ્થાને છે, જ્યારે આ જ સર્વેમાં ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની 41 ટકા રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે