Abhayam News
AbhayamGujarat

વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં સ્થિતિ

Know the situation in Gujarat amid increasing transition

વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં સ્થિતિ ગુજરાતમાં ફરી કોરોનાંનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.  દસ દિવસ અગાઉ ગુજરાતમાં માંડ 23 એક્ટિવ કેસ હતા. રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 24 કેસ નોધાયા છે. જેમાં મોટા ભાગનાં કેસ અમદાવાદનાં છે. હવે ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 79 થવા પામી છે. જેમાં રાજ્યમાં 11 દર્દીઓ સાજા થતા તેઓ કોરોનાં મુક્ત થયા હતા. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી. 

Know the situation in Gujarat amid increasing transition

વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં સ્થિતિ

અમદાવાદમાં રવિવારે એક જ દિવસમાં 21 કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાંનાં આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં કોરોનાંનાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.  શહેરનાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાહ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તામાં એક કેસ નોંધાવવા પામ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે.  તો 59 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 

Know the situation in Gujarat amid increasing transition

ગુજરાતમાં નવા વેરિએન્ટ JN.1 vex 40 કેસ નોંધાયા
અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1 નાં ગુજરાતમાં 40 કેસ નોંધાવા પામ્યા છે.  તબીબોનાં જણાવ્યા અનુસાર સરકાર હોસ્પિટલમાં કોવિડનાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીવાળા દર્દીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ટીબીનાં રોગની સારવાર ચાલી રહેલ વૃદ્ધાનું અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

દેશમાં લોકડાઉન થશે કે નહી જુઓ ફટાફટ-કોરોનાની બગડતી સ્થિતિ વચ્ચે અમિત શાહે લોકડાઉનને લઇ કરી દીધો મોટો ઇશારો…

Abhayam

આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ

Vivek Radadiya

જાણો કારણ:-આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ મહિપતસિંહે આપ્યું રાજીનામું..

Abhayam