Abhayam News
Abhayam

શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા

શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ તારીખ 23 નવેમ્‍બરથી શરુ થશે. લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ તારીખ 23 નવેમ્‍બરથી શરુ થશે. લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.  આગામી તારીખ 27 નવેમ્‍બર સુધીમાં લાખો યાત્રાળુઓ ગિરનારની પરિક્રમા કરશે. જેને લઈ જૂનાગઢ કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્‍ય, પરિવહન સહિત મુખ્‍ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

એસટી વિભાગ  દ્વારા  150  એકેસ્‍ટ્રા બસ દોડાવવામાં આવશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે આવનાર  યાત્રાળુઓ માટે એસટી વિભાગ  દ્વારા  150  એકેસ્‍ટ્રા બસ દોડાવવામાં આવશે.   જ્‍યારે જૂનાગઢના બસ સ્‍ટેશનથી ભવનાથ સુધી ૫૦ મીની બસ મૂકવામાં આવશે. બીપી હાઇપર ટેન્‍શન અને હૃદય રોગના દર્દીઓએ ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આરોગ્‍ય તંત્ર આરોગ્‍ય કર્મચારી અને અન્‍ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવા કલેક્‍ટરએ માર્ગદર્શન આપ્‍યું હતું.

ભવનાથ સુધી 50 મીની બસ દોડાવાશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાર્થીઓ માટે એસ.ટી. વિભાગ દ્વાર 150  એકેસ્ટ્રા બસ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ પણ મુકવામાં આવશે.

પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટેની કામગીર હાથ ધરાઈ છે. જેને કારણે કોઈ પરિક્રમાર્થીને અગવડ ઊભી નહી થાય. 

સમય મુજબ પરિક્રમા કરવાનું સૂચન

યાત્રિકો નિયત તારીખ કરતાં વહેલી પરિક્રમા શરૂ કરી દે છે એ બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ આ પ્રકારના બનાવ બન્યા હોવાથી યાત્રિકોને નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને વહેલી સવારે પરિક્રમા ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ  ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણે જ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

50 વર્ષે પણ દેખાશો યંગ અને હેલ્ધી

Vivek Radadiya

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam

સબરીમાલામાં ભક્તોની ભારે ભીડ

Vivek Radadiya