Abhayam News
Abhayam

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે સરકાર આપશે નિમણૂક પત્રો

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે સરકાર આપશે નિમણૂક પત્રો તલાટી અને જુનિયર ક્લાર્કના લાયકાત ધરાવતા અંદાજે 4012 જેટલા ઉમેદવારોને આજે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવશે

  • CM દ્વારા નિમણૂક પત્ર એનાયત થશે 
  • 3014 તલાટી મંત્રીને અપાશે નિમણૂક પત્ર 
  • 998 જૂનિયર ક્લાર્કને પણ અપાશે નિમણૂક પત્ર 

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે સરકાર આપશે નિમણૂક પત્રો

    રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવશે. અત્રે જણાવીએ કે, અંદાજે 4,010 જેટલા લોકોને આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગઈ જે બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

    તલાટી અને જૂનિયર ક્લાર્કના નિમણૂક પત્ર અપાશે 
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્રો એનાયત કરશે. રાજ્યના 3014 તલાટી કમ મંત્રીઓને તેમજ 998 જેટલા જૂનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું છે. 

    જિલ્લા ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી
    પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે. 

    પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર..’
    પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે અગાઉ વિગતો આપતા કહ્યું હતું કે, પંચાયત વિભાગ દ્વારા અમને લેટેસ્ટ માહિતી મળી એટલે અમે આ કામ તરત જ ચાલુ કર્યું છે. ઉમેદવારોને વધારે વિલબ ન કરવો પડે તેના માટે તુરંત પ્રક્રિયા હાથ ધરી હતી. તેમણે ઉમેર્યું કે, તલાટીની જિલ્લા ફાળવણી કરાઈ પછી કોમન ઉમેદવારોની માહિતી મળેવી, તેમજ ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે, આપણે પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર કરતા જ હોઈ છીએ.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

    Related posts

    સુરત:-કોરોનાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા પરીવારોને અમેરીકાથી મળી સહાય.

    Abhayam

    નવયુવાન દ્વારા જન્મદિવસની કરાયેલી અનોખી ઉજવણી..

    Abhayam

    NGTએ ગુજરાત સરકારને ફટકાર્યો 2100 કરોડનો દંડ

    Vivek Radadiya