એક તરફ સરકાર ની ગાઈડલાઈન મુજબ જો વેપારીઓ રસી નહિ મુકાવે તો દુકાને તાળું લગાવી દેવા માં આવશે માટે ઘણા સમય બાદ ધંધા ખોલવા માટે વેપારીઓ રસીઓ લાગવા લાઈનો માં અપન ઉભા રહ્યા પણ ગુજરાત સરકાર પાસે રસીનો પુરતો સ્ટોક ના હોવા થી લોકો માં તેમજ વેપારી મંડળો માં ભારે ગુસ્સો જોવા મળ્યો છે વેપારીઓ એ જણાવ્યું કે હવે અમે દુકાન ખોલીશું પણ તાળા મારી બંધ નહીં થવા દઈએ.
રાજ્ય સરકારે વેપારીઓને 30 જૂન સુધીમાં રસી લેવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું.આ ઉપરાંત પાલિકા પણ જે વેપારી અને કર્મચારીઓએ વેક્સિન ન મુકાવી હોય તેમની દુકાનો બંધ કરાવી દે છે. ત્યારે છેલ્લા 4 દિવસથી હજારો વેપારીઓ અને કર્મચારીઓ રસી માટે સવારથી સાંજ સુધી લાઇનોમાં ઉભા રહે છે છતાં રસી મળતી નથી. આ સ્થિતિમાં વેપારીઓમાં ભારે આક્રોશ સર્જાયો છે. વેપારીઓનું કહેવું છે કે, હવે વેક્સિનેશન માટે અમારી કોઇ જવાબદારી નથી.
અમારા કર્મચારીઓએ વેક્સિન લીધી હોય કે નહીં લીધી હોય દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. કોઇપણ સંજોગોમાં અમારા ધંધાને હવે બંધ નહીં કરીએ.અને જો પાલિકા કાર્યવાહી કરશે તો તેનો વિરોધ કરીશું. કાપડ માર્કેટના જ સાડા ચાર લાખ લોકો હજુ રસીથી વંચિત છે. જ્યારે સચિન જીઆઇડીસી, પાંડેસરા સહિતના 10 લાખ જેટલા વેપારી-કર્મચારીઓને વેક્સિન મળી નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે 33 હજાર લોકોનું વેક્સિનેશન થયું હતું, પરંતુ સેકન્ડ ડોઝમાં સંખ્યાબંધ લોકોને વેક્સિન મળી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…