Abhayam News
AbhayamSports

જાણો:-આ તારીખથી શરૂ થઈ રહ્યો છે T20 World Cup…

20 World Cup વિશ્વકપનું આયોજન ભારતના બદલે UAEમાં કરવામાં આવશે. પણ કેટલીક મેચ ઓમાનમાં પણ રમાઈ શકે છે. આ ટુર્નામેન્ટ તા. 17 ઑક્ટોબરના રોજ શરૂ થવાની છે. જ્યારે ફાઈનલ મેચ તા. 14 નવેમ્બરના રોજ રમાશે. ICCએ મંગળવારે આ વાતની ખાતરી કરી ઉમેર્યું છે કે, આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લઈ શકશે. BCCI આ ટુર્નામેન્ટનું યજમાન બોર્ડ રહેશે. આ ટુર્નામેન્ટ UAEના ત્રણ શહેર દુબઈ, શારજહાં અને અબુધાબીમાં રમાશે. જ્યારે કેટલીક મેચ ઓમાનમાં પણ યોજાઈ શકે છે.

આ પહેલા સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટ UAEમાં રમાશે એવી ખાતરી કરી હતી. BCCI સચિવ જય શાહે જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટને યુએઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ગત વર્ષે કોરોના વાયરસને કારણે ક્રિકેટ કેલેન્ડર ખોરવાયું હતું. વિશ્વકપ ઉપર પણ બ્રેક મારી દેવામાં આવી હતી. જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું. પછી એવો નિર્ણય લેવાયો હતો કે, ટુર્નામેન્ટ ભારતમાં રમાશે પછી 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાશે.

એક રીપોર્ટ અનુસાર, પહેલા રાઉન્ડમાં કુલ 12 મેચ હશે. જ્યારે આઠ ટીમનો સમાવેશ કરાયો છે. જેમાંથી ચાર સુપર 12 માટે ક્વોલિફાય થશે. આઠ ટીમમાંથી ક્વોલિફાઈ થયેલી ચાર ટીમ બાકીની આઠ રેંન્કવાળી T20 ટીમમાં જોડાઈને સુપર 12માં પહોંચશે. પહેલો રાઉન્ડ સંયુક્ત આરબ અમિરાત સિવાય ઓમાનમાં પણ યોજાશે. જેથી સુપર 12 મેચ માટે UAEની પીચ તૈયાર કરવા માટેનો પૂરતો સમય મળી રહે. 

કુલ મળીને 12 તબક્કામાં 30 મેચ રમાશે. સુપર 12માં કુલ 30 મેચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ તા. 24 ઑક્ટોબરથી યોજાશે. એવા એંધાણ વર્તાય છે. છ-છના બે ગ્રુપ પાડવામાં આવશે. જે UAEમાં ત્રણ જગ્યાએ રમાશે. ત્યારબાદ ત્રણ પ્લેઓફ અને બે સેમિફાઈનલ તથા ફાઈનલ મેચ રમાશે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ ટુર્નામેન્ટ અંગે વિચારણા કરવામાં આવી રહી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે, કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, વિવિધ પાસાંઓનો અભ્યાસ કરતા જાણ થાય છે કે મહામારી જ એકલું કારણ નથી. વર્લ્ડ કપ સામે આયોજન અંગે ભારત સરકાર દ્વારા જે ટેક્સ લગાવાય છે તેનાથી બચવાનો પણ આ એક માર્ગ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત :-ફંગલ મ્યુકરમાઈકોસિસ રોગ ના દર્દી સાગર આઈસોલેશન સેન્ટરથી પર થી સાજા થઈને ઘરે ગયા.

Abhayam

18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ અંગે મહત્વના સમાચાર..

Abhayam

આ રાજ્યના CMએ 14 દિવસના લોકડાઉનની કરી જાહેરાત…

Abhayam

Leave a Comment