Abhayam News
AbhayamNews

આ રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ..

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ધો. 1થી 8 ના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મુંબઇમાં કોવિડ અને ઓમીક્રોનના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને ધોરણ 1થી 9ની શાળાઓને 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

મુંબઇ મહાનગરપાલિકાએ  નિર્ણય જાહેર કર્યો છે કે માત્ર ધોરણ 10 અને1 વર્ગના બાળકોની શાળાઓ ચાલું રહેશે, 11મું ધોરણ બંધ રાખવામાં આવશે. ધોરણ 1થી 9 અને 11માં ભણતા બાળકો માટે ઓનલાઇન કલાસ ચાલું રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

દેશભરમાં કોરોનાનો ડર હજુ તો ખતમ થયો નથી ત્યાં કોરોનાના નવા વેરિઅંટ ઓમીક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. એ પછી અનેક રાજ્યોમાં કોરોના અને ઓમીક્રોનના કેસો લગાતાર વધી રહ્યા છે.

સંક્રમણ વધવાને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બનેં માટે પડકાર વધ્યો છે. જે રાજ્યોમાં ઓમીક્રોનના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે, તેમાં મહારાષ્ટ્રનું નામ સૌથી ટોપ પર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના સૌથી વધારે 510 કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોનાના પ્રકોપ ચરમસીમા પર છે.

મુંબઇ મ્યૂનિસિપલ કોર્પોરેશન (BMC)એ કહ્યું કે કોવિડ-19ના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને મુંબઇમાં  ધોરણ 1થી 9 અને 11 વર્ગની શાળા બંધ રહેશે, માત્ર ધોરણ 10 અને 12 જ ચાલું રહેશે.

હકિકતમાં, જયારે કોરોનાએ પહેલીવાર એન્ટ્રી કરી હતી ત્યારે મુંબઇનું આ જ ધારાવી હોટ સ્પોટ બન્યું હતું. આવું ફરી એકવાર ન બને તેના માટે અધિકારીઓ, મુખ્યમંત્રી નિવારણ શોધવામાં પડ્યા છે. આ બધા વચ્ચે ફરી લોકડાઉનની ચર્ચાએ પણ મહારાષ્ટ્રમાં વેગ પકડયો છે.

એક અહેવાલ મુજબ આર્થિક રાજધાની મુંબઇમાં 8,000થી વધારે કેસ આવવાની સંભાવના છે અને એ આંકડો ટુંક સમયમાં 10,000ને પાર કરી શકે છે. જે ચિંતાજનક બાબત છે. બીજી તરફ એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ગણાતા ધારાવીમાં રવિવારે કોરોના સંક્રમિતના 60 નવા કેસ આવ્યા હતા. જેને કારણે તંત્ર દોડતું થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સ્પેશમાંથી દેખાશે અદાણીનું ગુજરાત

Vivek Radadiya

GPSC વર્ગ ૧-૨ની પરીક્ષાનું નવું રિઝલ્ટ જાહેર :આટલા ઉમેદવાર થયા પાસ..

Abhayam

મુંબઈ ઈન્ડિયન્સ કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે.

Vivek Radadiya