સુકેશ ચંદ્રશેખર ખંડણી અને મની લોન્ડરિંગ કેસ માં બોલીવુડ ડાન્સર નોરા ફતેહી ની દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ નિવારણ શાખા દ્વારા શુક્રવારે નોરાની પૂછપરછ કરાઈ હતી. આશરે ચાર કલાક સુધી પૂછરછ ચાલી હતી. ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. હવે જેક્લીન બાદ બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીની પણ પુછપરછ કરવામાં આવશે.

Money Laundering Case: સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. હવે જેક્લીન બાદ બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીની પણ પુછપરછ કરવામાં આવશે.
દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી અને નોરા ફતેહીને પૂછપરછ માટે આજે સમન્સ પાઠવ્યા છે. જે મુજબ નોરા ફતેહીને ગુરુવારે 15 સપ્ટેમ્બરના રોજ હાજર થવા માટે સમન્સ મોકલાયું છે. નોરા ફતેહી સવારે 11 વાગ્યે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગની ઓફિસ પહોંચી શકે છે.

બપોરે દિલ્હી પોલીસ અધિકારીઓએ જેકલીનને કહ્યું કે તે હોટેલમાં જઈને લંચ કરી શકે છે. પરંતુ જેકલીને ના પાડી. દિલ્હી પોલીસ અધિકારીઓએ EOW કેન્ટીનમાંથી ફૂડ મંગાવ્યું જ્યાં પોલીસકર્મીઓ ભોજન ખાય છે, જે જેક્લિને ખાધું હતું. બીજી તરફ, આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હી પોલીસ આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) ની પૂછપરછ કરશે.
ઠગ સુકેશ ચંદ્રશેખરની રિકવરી કેસમાં જેકલીન ફર્નાન્ડિસ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી પણ તપાસ એજન્સીના નિશાના પર આવી છે. નોરા ફતેહીની દિલ્હી પોલીસ EOW દ્વારા 2 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીના મંદિર માર્ગ ખાતે આર્થિક ગુના વિંગમાં લગભગ 6 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.અગાઉ, આ કેસમાં ઇડી દ્વારા જેક્લિન સામે ચાર્જશીટ મુકાઈ ત્યારે તેણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ભેટ મેળવનારા અન્ય લોકોને સાક્ષી બનાવાયા છે જ્યારે મને આરોપી દર્શાવવામાં આવી છે. તેણે નોરાનાં સીધા ઉલ્લેખ વિના જ આ આક્ષેપ કર્યો હતો.

મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર જેલમાં
મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં છે. તેના પર પ્રભાવશાળી લોકો સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે. તેમાં ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહનો પણ સમાવેશ થાય છે. EDએ 17 ઓગસ્ટે દાખલ કરેલી તેની ચાર્જશીટમાં ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફર્નાન્ડીઝને આરોપી તરીકે નામ આપ્યું હતું.